________________
શ્રી નિશીથ સૂત્ર
વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ.
૯૮
૧. પહેલા સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૨. પહેલા સેવન કરેલા દોષની પછી આલોચના કરી હોય; ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૪. પાછળ થી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય. ૨. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયાસહિત આલોચના કરી હોય. ૩. માયાસહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય. ૪, માયાસહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયાસહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. વિવેચન :
આ સૂત્રોમાં તથા હવે પછીના સૂત્રોમાં જે પ્રાયશ્ચિત્ત વિધાન છે તે પરિહાર તપ પરિવહન કરતા સમયનું છે. આ પ્રાયશ્ચિત્તની પરંપરા વર્તમાનમાં ઉપલબ્ધ નથી. પારિહારિક તપ પ્રાયશ્ચિત્તમાં છ માસ કે તેનાથી અલ્પ સમય માટે(અપરાધ પ્રમાણે) ગચ્છના એક માંડલામાં બેસીને કરાતાં આહાર સંબંધથી અલગ રહેવાનું હોય છે.
સૂત્રમાં ચાતુર્માસિક, પંચમાસિક પ્રાયશ્ચિત્તનું કથન છે. આ અંતના કથનથી આદિનું પણ ગ્રહણ થઈ જાય છે. માસિક વગેરે પરિહાર સ્થાનના સેવનની પ્રાયશ્ચિત્ત વિધિ પણ તે પ્રમાણે જ જાણવી જોઈએ.
એક, બે, ત્રણ, ચાર, પાંચ કે છ માસના પરિહારતપનું પ્રાયશ્ચિત્ત ચાલુ હોય તે સમય દરમ્યાન જે દોષોનું સેવન થાય તેનું પ્રાયશ્ચિત્ત પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં જોડી દેવામાં આવે છે. આ રીતે પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરવાનું કથન આ સૂત્રમાં છે. સર્વ પ્રથમ પ્રાયશ્ચિત્ત વહન કરાવે તેને 'સ્થાપન' કહે છે અને પ્રાયશ્ચિત્ત વહનકાળમાં જ બીજા પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવામાં આવે તો તેને પ્રસ્થાપન કહેવામાં આવે છે. આ ચાર સૂત્રોમાંથી ૧૫-૧૬મા સૂત્રમાં એકવાર અનેકવાર પાપ સ્થાનોનું સેવન કરી અમાપી પણે આલોચના કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત છે અને ૧૭–૧૮મા સૂત્રોમાં એક કે અનેકવાર દોષ સેવનની માયા સહિત આલોચના કરે, તો તે સંબંધી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
આલોચના સંબંધી બે ચૌભંગી :– જ્યારે સાધક લાગેલા દોષોની એક સાથે આલોચના કરે ત્યારે પ્રથમ ચૌભંગીના કોઈપણ ભંગ અનુસાર પ્રાયશ્ચિત્ત થાય છે. ક્રમથી પાપસ્થાનોનું સેવન થયું હોય તેમાંથી પહેલા લાગેલા દોષોની પહેલાં અને પછી લાગેલા દોષોની પછી આલોચના કરે અથવા પહેલાં લાગેલા દોષોની પછી આલોચના કરે અને પછી લાગેલ દોષોની પહેલા આલોચના કરે.
બીજી ચૌભંગી માયા રહિત અને માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ અને આલોચના સમયે કરાતી માયા સહિત અને માયા રહિત આલોચના દ્વારા ચૌભંગી બનીછે. દોષોના પ્રાયશ્ચિત્તરૂપે પારિહારિક તપ અપરાધાનુસાર આપવામાં આવ્યું હોય. તે સમય દરમ્યાન અન્ય જે દોષ લાગે તેને પણ પહેલાં પ્રાયશ્ચિત્તનું વહન ચાલુ હોય તેમાં ભેળવી દેવું જોઈએ.