________________
૨૯૪ ]
શ્રી નિશીથ સૂત્ર
આપવામાં આવે છે. આ બંને પ્રાયશ્ચિત્તોમાં પરસ્પર વિશિષ્ટ તપ તેમજ તેના કાળ આદિનું અંતર હોય છે. આ સંબંધી વિશેષ વર્ણન બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–રમાં ઉપલબ્ધ છે.
પ્રસ્તુત ૧૪ સૂત્રોમાં ઉપરોક્ત ૧૦ પ્રાયશ્ચિત્તોમાંથી છઠ્ઠા તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્યમાં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકોમાં કથિત પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન, ચારિત્રના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર તેમજ અનાચારનું છે. તેમાંથી સ્થવિરકલ્પી શ્રમણોને અનાચારનું અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેનું આ પ્રાયશ્ચિત્ત આવે છે.
સ્થવિરકલ્પી શ્રમણોને અતિક્રમ આદિ ત્રણની શુદ્ધિ માટે આલોચનાથી લઈ વ્યુત્સર્ગ સુધીના પાંચ પ્રાયશ્ચિત્ત આવે છે અને અનાચારની શુદ્ધિ માટે તપ આદિ આગળના પાંચ પ્રાયશ્ચિત્તોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે છે.
સત્ર ૧ થી ૫ સુધી એક માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનના એકવાર સેવનનું પ્રાયશ્ચિત્ત કથન છે. સુત્ર ૬ થી ૧૦ સુધી તે જ પ્રાયશ્ચિત્ત સ્થાનોના અનેકવાર સેવનનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ દશેય સૂત્રોમાં કપટ રહિત અને કપટ સહિત બંને પ્રકારની આલોચનાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
સત્ર ૧૧ થી ૧૪માં આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી અનેક સ્થાનોના સેવનથી દ્વિ સંયોગી આદિ ભંગયુક્ત અનેક સૂત્રોની સૂચના કરવામાં આવી છે. પરિહાર -પરિહારસ્થાન. ભાષ્યકારે તેના બે અર્થ કર્યા છે– (૧) પરિત્યાગ કરવા યોગ્ય છોડવા યોગ્ય) દોષ સ્થાન, પરિહાર સ્થાન કહેવાય છે (૨) ધારણ કરવા યોગ્ય (ગ્રહણ કરવા યોગ્ય) પ્રાયશ્ચિત્ત તપ પરિહાર સ્થાન કહેવાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં ‘પરિહાર સ્થાન’ શબ્દનો પ્રયોગ “દોષ સ્થાન” અર્થમાં થયો છે અને ૧ થી ૧૯ ઉદ્દેશકમાં પ્રત્યેક ઉદ્દેશકની સમાપ્તિના ઉપસંહાર સૂત્રમાં તેનો પ્રયોગ તપ અર્થમાં થયો છે. તે પરં સિવિણ વા અપલિવિણ વા તે વેવ છ-માતા - સૂત્ર– ૫, ૧૦ તથા ૧૧ થી ૧૪, તેમ કુલ ૬ સૂત્રોમાં આ વાક્ય છે. છમાસ કે સાત માસને યોગ્ય પ્રાયશ્ચિત્તસ્થાનનું સેવન કરનારા કપટ સહિત કે કપટ રહિત આલોચના કરે, તો પણ તેને વધુમાં વધુ આ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે, તેનાથી વધુ પ્રાયશ્ચિત્ત આવતું નથી. ભાષ્ય ચૂર્ણિમાં કહ્યું છે
વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં પ્રાયશ્ચિત્તની ઉત્કૃષ્ટ કાલમર્યાદા છ માસની જ નિર્ધારિત છે અને બધા સાધુ-સાધ્વીને માટે આ નિયમ છે કે તપ યોગ્ય અનેક માસનું પ્રાયશ્ચિત્ત સ્થાન હોવા છતાં પણ તેને છ માસથી અધિક પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી. કારણ કે તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત આપવાથી તે પરં... આ મૂળ પાઠથી તેમજ ભાષ્યોક્ત વ્યાખ્યાથી વિપરીત આચરણ થાય છે. નિષ્કર્ષ એ છે કે મૂળ પ્રાયશ્ચિત્ત(નવી દીક્ષા) પણ ત્રણવાર આપી શકાય છે અને છ માસનું તપ તથા છ માસનું છેદ પણ ત્રણવાર જ આપી શકાય છે. ત્યાર પછી આગળના મૂળ પ્રાયશ્ચિત્ત આદિ આપવામાં આવે છે. તપ-છેદ-મૂલ પ્રાયશ્ચિત્ત - અગીતાર્થ, અતિ પરિણામી, અપરિણામી સાધુ-સાધ્વીને છ માસનું તપ પ્રાયશ્ચિત્ત જ આપવામાં આવે છે, છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી, પરંતુ દોષનું પુનઃ પુનઃ સેવન કરે, મારવાના સંકલ્પથી પંચેન્દ્રિય પ્રાણીની હિંસા કરે, દર્પથી કુશીલનું સેવન કરે, તો અગીતાર્થ આદિ સાધુ-સાધ્વીને પણ છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે તથા છેદ પ્રાયશ્ચિત્ત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખનારને મૂળ પ્રાયશ્ચિત્ત એટલે નવી દીક્ષા દેવામાં આવે છે.