________________
ઉદ્દેશક-૨૦
| ૨૯૭ |
તપથી લઈને છ માસ સુધીના તપનું અને તે ઉપરાંત ક્રમશઃ છેદ, મૂળ, અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત સુધીનું કથન છે.
દોષ સેવનના કારણો– ભગવતી શ.-૨૫, ઉ.-૭ તેમજ ઠાણાંગ, સ્થાન-૧૦માં પ્રતિસેવનાના ૧૦ કારણો આ પ્રમાણે દર્શાવ્યા છે અર્થાતુ દસ પ્રકારની પ્રતિસેવના કહી છે, જેમ કે- (૧) દર્પથી(આસક્તિ તેમજ ધૃષ્ટતાથી) (૨) આળસથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ, તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (૬) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષથી કે દ્વેષથી (૧૦) શિષ્ય આદિની પરીક્ષાને માટે. ચારિત્રમાં લાગતા પ્રત્યેક દોષ સેવનની પાછળ આ દસમાંથી કોઈ પણ એક કે અનેક કારણ હોય છે.
પ્રાયશ્ચિત્ત દ્વારા દોષોની શુદ્ધિ- આ દોષોમાંથી કેટલાક દોષોની શુદ્ધિ કેવળ આલોચનાથી થઈ જાય છે, કેટલાક દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થાય છે અને કેટલાક દોષોની શુદ્ધિ તપ, છેદ આદિથી થાય છે.
દોષ સેવન થયા પછી પણ ચારિત્ર શુદ્ધિના ઇચ્છુક શ્રમણો આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે. જે રીતે વસ્ત્રમાં લાગેલી મેલની શુદ્ધિ ધોવાથી જ થાય છે તે જ રીતે ચારિત્રમાં લાગેલા દોષોની શુદ્ધિ આલોચના-પ્રાયશ્ચિત્તથી થાય છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર :- દોષોની શુદ્ધિ આલોચના, પ્રતિક્રમણ આદિ ૧૦ પ્રકારે થાય છે માટે પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર કહ્યા છે
(૧) આલોચનાને યોગ્ય– આપવાદિક વ્યવહાર પ્રવૃત્તિ આદિની કેવળ આલોચનાથી અર્થાત્ ગુરુ આદિની સમક્ષ કથન માત્રથી શુદ્ધિ થાય છે. (૨) પ્રતિક્રમણને યોગ્ય- અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ કેવળ પ્રતિક્રમણથી એટલે મિચ્છામિ દુક્કડંથી થાય છે. (૩) તદુભય યોગ્ય– સમિતિ આદિના અત્યંત અલ્પ દોષની શુદ્ધિ આલોચના તેમજ પ્રતિક્રમણથી (ઊભયથી) થાય છે. (૪) વિવેક યોગ્ય– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવામાં આવ્યા હોય અથવા ક્ષેત્ર, કાળ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠવી દેવો, તે જ વિવેક પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સર્ગને યોગ્ય- કોઈ સાધારણ ભૂલ થઈ જાય ત્યારે નિર્ધારિત શ્વાચ્છોશ્વાસના કાર્યોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તે વ્યત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભયકાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે. એકથી પાંચ સુધીના આ પાંચે ય દોષ સ્થાન અને તેના પ્રાયશ્ચિત્ત સ્થાન તપ રહિત છે અર્થાત્ આ પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ, આયંબિલ આદિ કોઈ પ્રકારનું તપ કરવામાં આવતું નથી. () તપને યોગ્ય- ચારિત્રના મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરે ત્યારે પુરિમઠ્ઠથી (બે પોરસીથી) લઈને છ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેના બે પ્રકાર છે– ૧. શુદ્ધ તપ ૨. પરિહાર તપ. (૭) છેદને યોગ્ય દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદ સેવનથી કે અધિક લોક નિંદા થયા પછી આલોચના કરનારના એક દિવસથી લઈને છ માસ સુધીના દીક્ષા પર્યાયનું છેદન કરવામાં આવે, તે છેદ પ્રાયશ્ચિત્ત છે. (૮) મૂળને યોગ્ય- છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષોમાં ઉપેક્ષા ભાવ કે સ્વછંદતા હોય, તો પૂર્ણ દીક્ષા છેદ કરીને નવી દીક્ષા દેવી, તે મૂળ પ્રાયશ્ચિત્ત છે. ૯-૧૦) અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત્તવર્તમાનમાં આ બંને પ્રાયશ્ચિત્તોનો વિચ્છેદ થયો છે. આ બંને પ્રાયશ્ચિત્તની વિધિમાં નવી દીક્ષા દેતાં પહેલાં કઠોર તપમય સાધના કરાવવામાં આવે છે અને તે પ્રાયશ્ચિત્ત કરનારને કેટલોક સમય સમૂહથી દૂર અને આચાર્યના નેતૃત્વમાં રાખવામાં આવે છે. ત્યાર પછી એકવાર ગૃહસ્થનો વેશ સ્વીકાર કરાવીને નવી દીક્ષા