________________
૨૯૨ |
શ્રી નિશીથ સૂત્ર
સંપન્ન, (૭) ક્ષમાવાન, (૮) દમિતેન્દ્રિય, (૯) માયા રહિત અને (૧૦) આલોચના કર્યા પછી પશ્ચાત્તાપ ન કરનાર. આલોચનાના દસ દોષ - ઠાણાંગ, સ્થાન,૧૦, સૂ.-૨ માં આલોચનાના દસ દોષ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આકંપ્ય અથવા આકમ્પિત દોષ- સેવા આદિ દ્વારા પ્રાયશ્ચિત દેનારને પ્રસન્ન કરી આલોચના કરે. ગુરુ ખુશ હોવાથી મને ઓછું પ્રાયશ્ચિત આપશે, એવું વિચારી આલોચના કરવી અથવા ધ્રૂજતા ધૃજતા આલોચના કરવી. (૨) અનુમાન્ય દોષ- “હું દુર્બળ છું, મને ઓછું પ્રાયશ્ચિત આપો એમ અનુનયપૂર્વક આલોચના કરવી. (૩) અદષ્ટ– ગુરુએ જે દોષો જોયા હોય તેની આલોચના કરવી પણ અદષ્ટ દોષોની આલોચના ન કરવી. (૪) બાદર દોષ- માત્ર મોટા મોટા દોષોની આલોચના કરવી. (૫) સૂક્ષ્મ દોષ– માત્ર નાના નાના દોષોની આલોચના કરવી. (૬) છન્ન દોષ- ગુરુ સાંભળી કે સમજી ન શકે તેમ આલોચના કરવી. (૭) શબ્દાકુલ- અન્ય અગીતાર્થ સાધુ સાંભળે તેમ જોર જોરથી બોલીને આલોચના કરવી. (૮) બહુજન દોષ- એક જ દોષની આલોચના જુદા જુદા પાસે કરવી. (૯) અવ્યક્ત દોષઅવ્યક્ત એટલે અગીતાર્થ, અજાણ. જેને પ્રાયશ્ચિત્ત વિધિનું જ્ઞાન ન હોય તેવા અગીતાર્થની પાસે આલોચના કરવી. (૧૦) તત્સવી દોષ- આલોચના દેનાર જે દોષનું સેવન કરતા હોય, તેની પાસે તે દોષોની આલોચના કરવી. આલોચના સાંભળનાર પ્રાયશ્ચિત્ત દાતાના ગુણો :- દસ ગુણ યુક્ત આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ કે રત્નાધિક મુનિ પાસે આલોચના કરી શકાય છે. ઠાણાંગ સૂત્ર સ્થાન-૧૦, સૂ.-૬૪માં આલોચના સાંભળ દસ ગુણ કહ્યા છે, તે આ પ્રમાણે – (૧) આચારવાન હોય, (૨) સમસ્ત દોષોને સમજનાર હોય, (૩) પાંચ પ્રકારના વ્યવહારને જાણનાર હોય, (૪) સંકોચ દૂર કરવામાં કુશળ હોય, (૫) આલોચના કરાવવામાં સમર્થ હોય, (૬) સાધુએ કરેલી આલોચના કોઈ સમક્ષ પ્રગટ કરવાના સ્વભાવથી રહિત હોય, (૭) યોગ્ય રૂપે પ્રાયશ્ચિત્ત આપનાર હોય (૮) આલોચના ન કરવાથી અને કપટ સહિત આલોચના કરવાથી લાગતા દોષોને સમજાવવામાં સમર્થ હોય (૯) પ્રિયધર્મી અને (૧૦) દઢધર્મી હોય.
ઉત્તરાધ્યયન સુત્રમાં આલોચના સાંભળનારના ત્રણ ગુણ કહ્યા છે– (૧) આગમના વિશેષજ્ઞ હોય, (૨) સમાધિ ઉત્પન્ન કરી શકનાર હોય, (૩) ગુણગ્રાહી હોય. સ્વગચ્છમાં આલોચના સાંભળનાર ન હોય તો અન્ય ગચ્છના યોગ્ય સાધુ પાસે આલોચના કરી શકાય. તે પણ યોગ્ય ન મળે તો શ્રાવકાદિ પાસે પણ આલોચના કરી શકાય છે. જો તે પણ ન મળે તો અરિહંત-સિદ્ધોની સાક્ષીએ આલોચના કરવાનું વિધાન વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–૧માં છે.
- ઉપરોક્ત દસ ગુણ સંપન્ન સાધુ દસ ગુણ સંપન્ન આચાર્યાદિ સમક્ષ નિર્દોષપણે યથાર્થ રીતે આલોચના કરીને પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધિ કરે છે પરંતુ કેટલાક સાધુઓ અપમાન કે અપશય ભયથી અથવા લજ્જાથી યથાર્થ રીતે આલોચના કરી શકતા નથી. તે સાધુઓ માયાકપટ રૂપ શલ્ય સહિત વિરાધક ભાવે મૃત્યુ પામી અનંત સંસાર પરિભ્રમણને વધારે છે. પ્રાયશ્ચિત્ત - ચારિત્રના મૂળગુણોમાં કે ઉત્તરગુણોમાં કરેલી પ્રતિસેવનાઓની શુદ્ધિ જેના દ્વારા થાય, તેને પ્રાયશ્ચિત્ત કહે છે. નિશીથ સૂત્રમાં તપ-પ્રાયશ્ચિત્તના મુખ્ય ચાર વિભાગ કર્યા છે, (૧) લઘુમાસિક, (૨) ગુરુમાસિક (૩) લઘુચૌમાસી (૪) ગુરુચૌમાસી. ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના