________________
ઉદ્દેશક-૨૦
૨૯૧ |
वा। तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનમાંથી કોઈ એક પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો પાંચ માસ કે સાધિક પાંચ માસ અથવા છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને, માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત આગમના એકથી ઓગણીસ ઉદ્દેશકમાં કહેલા દોષોનું સેવન કરનાર સાધક જ્યારે પોતાના ચારિત્રની શુદ્ધિ માટે ગુરુ આદિ પાસે આલોચના કરે ત્યારે તેને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રોમાં તેની આલોચના અને પ્રાયશ્ચિત્ત આપવાના વિવિધ વિકલ્પોનું વર્ણન છે.
આલોચના કરનાર સાધક એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર કે અનેકવાર તથા અનેક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું એકવાર કે અનેકવાર સેવન કરીને તે દોષોની ક્યારેક એક સાથે અને ક્યારેક અલગ-અલગ આલોચના કરે છે.
આલોચના કરનાર કોઈ સાધક નિષ્કપટ-યથાર્થ આલોચના કરે છે અને કોઈ સાધક કપટ યુક્ત આલોચના કરે છે. તે બંનેને ભિન્ન-ભિન્ન પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
એકથી ઓગણીસ ઉદ્દેશકમાં માસિક–ચોમાસી અને તેના ગુરુ-લઘુ, એમ ચાર પ્રકારના દોષ સ્થાનોનું અને તેના ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. તે સિવાય કેટલાક વિશેષ દોષોના પ્રાયશ્ચિત્તોમાં પાંચ દિવસની, દસ દિવસની વૃદ્ધિ પણ થાય છે, તે માટે સાધિક કથન છે.
આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર કે અનેકવાર સેવન કર્યા પછી તેની એકી સાથે આલોચના કરવામાં આવે તો પ્રાયશ્ચિત્ત સ્થાન તે જ રહે છે, પરંતુ તેમાં તપની ન્યૂનાધિકતા હોય છે.
સરલ મનથી આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત સ્થાનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે અને કપટ યુક્ત આલોચના કરનારના કપટની જાણકારી થઈ જાય, તો તે પ્રાયશ્ચિત્ત સ્થાનથી એક માસ અધિક પ્રાયશ્ચિત્ત આવે છે અર્થાતુ કપટ કરવાનું એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરીને જ આપવામાં આવે છે.
૯પૂર્વથી લઈને ૧૪ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાની, અવધિ જ્ઞાની, મન:પર્યવજ્ઞાની આદિ આગમવિહારી સાધુ આલોચકના કપટને પોતાના જ્ઞાનથી જાણી લે છે. તેઓના અભાવમાં શ્રુતવ્યવહારી સાધુને જો સંદેહ થાય તો ત્રણવાર આલોચના સાંભળીને ભાષા તથા ભાવોથી કપટને જાણી લે છે. - જો કપટ યુક્ત આલોચના કરનારનું કપટ જાણી ન શકાય તો તેની શુદ્ધિ થતી નથી, તેથી આ કારણે આગમોમાં આલોચના કરનારની તેમજ સાંભળનારની યોગ્યતાઓનું વર્ણન છે. આલોચના કરનારના ગુણો :- ઠાણાંગ, સ્થાન–૧૦, સૂ.-૩માં આલોચકના દસગુણ બતાવ્યા છે. (૧) જાતિ સંપન્ન, (૨) કુળ સંપન્ન, (૩) વિનય સંપન્ન, (૪) જ્ઞાન સંપન્ન, (૫) દર્શન સંપન્ન, (૬) ચારિત્ર