________________
પ્રાકથન
[ ૨૮૭ ]
વીસમો ઉદ્દેશક | પરિચય DRORDRORODROR
આ ઉદ્દેશકમાં પૂર્વના એકથી ઓગણીસ ઉદ્દેશક કથિત પ્રાયશ્ચિત્ત વહન કરતાં સમયે પુનઃ લાગતા દોષોના પ્રાયશ્ચિત્તનું વર્ણન છે.
એક માસના પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનની નિષ્કપટ આલોચના કરવાથી તેટલા-તેટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
કપટ યુક્ત આલોચના કરવાથી એક ગુરુમાસનું પ્રાયશ્ચિત્ત અધિક આવે છે. છ માસ કે તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચના કપટ સહિત કે નિષ્કપટ કરે તો પણ કેવળ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્તનું વિધાન નથી, જેવી રીતે રાજ્ય-વ્યવસ્થામાં આજીવન કેદની સજામાં ૨૦ વર્ષથી અધિક જેલની સજા નથી.
અનેકવાર સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચના, માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોની દ્વિસંયોગી ભાંગાથી યુક્ત આલોચના, પૂર્ણ માસ કે સાધિક માસ સ્થાનોની કપટ સહિત કે કપટ રહિત આલોચના કથન પછી એકવાર કે અનેકવાર સેવિત દોષ સ્થાનની કપટ રહિત કે કપટ સહિતના આલોચનાના પ્રાયશ્ચિત્તને વહન કરતા પુનઃ લગાડવામાં આવતા દોષોની બે ચૌભંગીના કોઈ પણ ભંગથી આલોચના કરે, તે પ્રાયશ્ચિત્તની આરોપણા(કરવામાં આવે), તેનું કથન છે.
એક માસથી લઈને છમાસ સુધી કોઈપણ પ્રાયશ્ચિત્તના વહન કાળમાં લાગનાર બે માસના પ્રાયશ્ચિત્ત સ્થાનની સાનુગ્રહ સ્થાપિતા આરોપણા વીસ દિવસની તથા પુનઃ તે સ્થાનની નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા બે માસની તેમજ કુલ બે માસ અને વીસ દિવસની સ્થાપિતા આરોપણા દેવામાં આવે છે.
સ્થાપિતા આરોપણાના બે માસ અને વીસ દિવસના પ્રાયશ્ચિત્તને વહન કરતા ફરી-ફરી બે માસના પ્રાયશ્ચિત્તની વીસ-વીસ દિવસની પ્રસ્થાપિતા આરોપણા વધારતા છ માસ સુધીની આરોપણા કરાય છે.
સૂત્ર ૧૯-૨૪ની સમાન સાનુગ્રહ અને નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા જાણવી, પરંતુ બે માસ પ્રાયશ્ચિત્ત સ્થાનની જગ્યાએ એક માસ તેમજ ૨૦ દિનની આરોપણાની જગ્યાએ ૧૫ દિન તથા બે માસ વીસ દિવસની જગ્યાએ દોઢમાસ સમજવું જોઈએ.
સૂત્ર ૨૫-૨૯ સુધીની સમાન પ્રસ્થાપિતા આરોપણા જાણવી, પરંતુ અહિંયા પ્રારંભમાં બે માસ વીસ દિનની જગ્યાએ દોઢ માસની પ્રસ્થાપના છે અને ૨૦ દિનની આરોપણાની જગ્યાએ એક માસ પ્રાયશ્ચિત્ત સ્થાનની ૧૫ દિવસની આરોપણા વૃદ્ધિ કરતાં છ માસ સુધીની આરોપણાનું વર્ણન સમજવું જોઈએ.
બે માસના પ્રાયશ્ચિત્તનું વહન કરતાં દોષ લગાડવા પર એક માસ સ્થાનની ૧૫ દિનની આરોપણા વૃદ્ધિ કરાય છે. તદનંતર બે માસ સ્થાનની ૨૦ દિનની આરોપણા વૃદ્ધિ કરાય છે. આ રીતે બંને સ્થાનોથી આરોપણા વૃદ્ધિ કરતા છ માસ સુધીની પ્રસ્થાપિતા આરોપણા સમજી લેવી જોઈએ.
આ પ્રમાણે આ ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત સ્થાનોની આલોચના પર પ્રાયશ્ચિત્ત દેવાના તેમજ તેના વહન કાળમાં સાનુગ્રહ, નિરનુગ્રહ, સ્થાપિતા તેમજ પ્રસ્થાપિતા આરોપણાનું સ્પષ્ટ કથન કરવામાં આવ્યું છે.