________________
[ ૨૮૮ ]
શ્રી નિશીથ સૂત્ર
વીસમો ઉદેશક EUPA
|2|| કપટ સહિત, કપટ રહિત આલોચના:| १ जे भिक्खू मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासिय, पलिउचियं आलोएमाणस्स दोमासिय । ભાવાર્થ :- જે સાધુ એક માસના પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને અર્થાત્ એક માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત(કાંઈ છૂપાવ્યા વિના યથાતથ્ય) આલોચના કરે, તેને એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | २ जे भिक्खू दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स दोमासियं, पलिउंचियं आलोएमाणस्स तेमासियं । ભાવાર્થ - જે સાધુ બે માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય(બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા) પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ત્રણ મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ३ जे भिक्खू तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स तेमासिय, पलिउचियं आलोएमाणस्स चाउम्मासियं । ભાવાર્થ - જે સાધુ ત્રણ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. |४ जे भिक्खू चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं । ભાવાર્થ – જે સાધુ ચારમાસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ५ जे भिक्खू पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं । तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ:- જે સાધુ પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તેને છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી અધિક અર્થાત પાંચ મહિનાથી અધિક પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપ સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ મહિનાનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |६ जे भिक्खू बहुसोवि मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा,