SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિશીથ સૂત્ર | ३३ जे भिक्खू संसत्तस्स वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી સંસક્ત પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू णितियस्स वायणं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યકને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू णितियस्स वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ૨૮૬ ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યક પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. આ ઉદ્દેશકમાં વર્ણિત ૩૫ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ જે રીતે મિથ્યાત્વી ગૃહસ્થ પાસેથી વાચના લેવા-દેવામાં દોષોની સંભાવના પૂર્વ સૂત્રમાં કહી છે તે જ રીતે પાર્શ્વસ્થ આદિની સાથે પણ સમજવું જોઈએ, પરંતુ અહીં મિથ્યાત્વના સ્થાને શિથિલાચારનું પોષણ તેમજ પ્રરૂપણા કરવા સંબંધી દોષ સમજવા જોઈએ. તેનું વિશેષ વિવેચન ઉદ્દેશક–૪, ૧૦ તથા ૧૩ પ્રમાણે જ જાણવું જોઈએ. પ્રસ્તુત ઉદ્દેશકના ૩૫ સૂત્રોમાં ૩૫ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે. ૫ ઓગણીસમો ઉદ્દેશક સંપૂર્ણ ॥
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy