________________
ઉદ્દેશક-૧૯
| ૨૮૫ ]
ભાષ્યકાર મિથ્યાત્વી ગૃહસ્થ અને અન્યતીર્થિકો સાથે વાચના ન લેવાના કારણો સ્પષ્ટ કર્યા છે કે– તેની પાસેથી વાચના ગ્રહણ કરવાથી આ પ્રમાણે નિંદા થાય છે કે– તેઓના ધર્મમાં શાસ્ત્ર જ્ઞાન નથી, તેથી જ બીજાઓની પાસે જ્ઞાન લેવા જાય છે, અન્યતીર્થિકાદિને વાચના આપવાથી તેઓ વિવાદ ઉત્પન્ન કરી શકે છે, અનુચિત આક્ષેપ કરીને જિનધર્મની વિરુદ્ધ પ્રચાર કરી શકે છે, આગમના વિષયોને વિકૃત કરીને પ્રચાર કરી શકે છે અથવા તેઓ પોતાના મિથ્યાત્વને વધુ પુષ્ટ કરી શકે છે તથા તે વાચનાના આદાન-પ્રદાનના વ્યવહારનું કથન કરીને લોકોને મિથ્યાત્વી બનાવી શકે છે.
ભાષ્ય કથિત આ કારણોથી તથા નંદી સૂત્ર તેમજ સમવાયાંગ સૂત્રમાં શ્રમણોપાસકોને શ્રત અધ્યયન કરવાનું તેમજ સૂત્રોના ઉપધાન(તપ)નું કથન છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ નિષેધ સમ્યગ્દષ્ટિ કે શ્રમણોપાસક માટે નથી, પરંતુ મિથ્યાદષ્ટિને માટે છે.
મિથ્યાદષ્ટિ જો ધર્મની સન્મુખ થવા યોગ્ય હોય તો તેને યોગ્ય ઉપદેશ અથવા આગમ વર્ણન કરવામાં પણ દોષ સમજવો ન જોઈએ, પરંતુ આ કાર્ય ગીતાર્થ, વિચક્ષણ સાધુ કરી શકે છે. સામાન્યરૂપે મિથ્યાત્વ ભાવિત ગૃહસ્થો કે પંડિતોનો પરિચય કે સંપર્ક કરવો, તે સમ્યકત્વનો અતિચાર છે.
શ્રમણ વર્ગમાં વાચના દાતાના અભાવમાં આવશ્યકતા હોય, તો બહુશ્રુત શ્રમણો પાસક પાસેથી વાચના ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. પાર્થસ્થાદિની સાથે વાચનાનું આદાન-પ્રદાન - २६ जे भिक्खू पासत्थस्स वायणं देइ, दंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू पासत्थस्स वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू ओसण्णस्स वायणं देइ, दंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસગ્નને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, २९ जे भिक्खू ओसण्णस्स वायणं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસત્ર પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू कुसीलस्स वायणं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू कुसीलस्स वायणं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કુશીલ પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू संसत्तस्स वायणं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સંસક્તને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે,