________________
[ ૨૮૪]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :
પદવીધરોને બધા શિષ્યો પ્રત્યે સમાન દષ્ટિ હોવી જોઈએ. અધ્યાપન કરાવનાર બહુશ્રુત કે પદવીધર સાધુ રાગ-દ્વેષથી યુક્ત વ્યવહાર ન કરે, તે જ આ સૂત્રનું તાત્પર્ય છે. અસમાન વ્યવહારથી શિષ્યોમાં વૈમનસ્ય, ગચ્છમાં અશાંતિ અને અવ્યવસ્થાની વૃદ્ધિ થાય છે, તેથી તે સંબંધી પ્રાયશ્ચિત્ત વાચના દાતાને આવે છે. અદત્ત વાચના ગ્રહણ કરવી - २३ जे भिक्खू आयरिय-उवज्झाएहिं अविदिण्णं गिरं आइयइ, आइयंत वा સાક્કા ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્ય અને ઉપાધ્યાય દ્વારા વાચના દીધા વિના વાચના લે કે લેનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રમાં આચાર્ય–ઉપાધ્યાય આદિની આજ્ઞા વિના વાચના લેવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. વિલિvi- નહીં દેવાયેલું–અદત્ત. નિરં– જિનવાણી. સાધુએ ગુર્વાજ્ઞા વિના સ્વયં સૂત્રાર્થનું અધ્યયન કરવું કલ્પતું નથી અથવા આચાર્ય–ઉપાધ્યાયે નિષેધ કર્યો હોય તો હઠપૂર્વક વાચના ગ્રહણ કરવી પણ કલ્પતી નથી. જો કોઈ વિશેષ કારણથી આચાર્ય કે ઉપાધ્યાયે મૂળપાઠ કે અર્થની વાચના લેવાને માટે નિષેધ કર્યો હોય તો તેમની આજ્ઞા પ્રાપ્ત થયા પછી જ આગમની વાચના લેવી જોઈએ. જ્યાં સુધી આચાર્યાદિની આજ્ઞા ન મળે ત્યાં સુધી યોગ્યતાની પ્રાપ્તિને માટે તપસંયમાં વૃદ્ધિ કરવી જોઈએ.
યોગ્ય શિષ્ય ગુરુદેવોની આજ્ઞા લઈને સ્વતઃ વાંચન કરે, તો સૂત્રોક્ત “અદત્ત વાચના’નું પ્રાયશ્ચિત્ત આવતું નથી. ગૃહસ્થ સાથે વાચનાનું આદાન-પ્રદાન :|२४ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा सज्झायं वाएइ, वाएंत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, | २५ जे भिक्खू अण्णउत्थियस्स वा गारत्थियस्स वा वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મિથ્યાત્વી ગૃહસ્થ તેમજ અન્યતીર્થિક લિંગધારી સાથે વાચનાના આદાન-પ્રદાનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. જેમ બીજા ઉદ્દેશકમાં ગૃહસ્થ તેમજ અન્યતીર્થિક શબ્દનો ‘ભિક્ષાચર ગૃહસ્થ તેમજ ભિક્ષાચર અન્યતીર્થિક’ એમ વિશિષ્ટ અર્થ કર્યો છે અને તેમની સાથે ગોચરી આદિમાં ગમનાગમન કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેમ અહીં અન્યતીર્થિકથી વેષધારી અન્યતીર્થિક અને ગૃહસ્થથી મિથ્યાત્વી ગૃહસ્થ ગ્રહણ કરવા જોઈએ.