________________
ઉદ્દેશક-૧૯
૨૮૭ |
યોગ્ય ગણાય છે. પાત્રને વાચના ન આપવાથી શ્રુતનો હાસ થાય છે અને અપાત્રને વાચના આપવાથી શ્રુતનો દુરુપયોગ થાય છે. વનં-અબ્બત્ત – વ્યક્ત-અવ્યક્ત. આ બે શબ્દો દ્વારા શરીરથી વ્યક્તિનું કથન કરવામાં આવ્યું છેजाव कक्खादिसु रोम संभवो न भवति ताव अव्वत्तो, तस्संभवे वत्तो । अहवा जाव सोलसवरिसो તાવ અવ્વતો-પુરતો વત્તો ! –ચૂર્ણિ.
કાંખ, મૂછ વગેરે વાળની શરીર પર ઉત્પત્તિ થવા લાગે ત્યારે તે વ્યક્તિ “વ્યક્ત' કહેવાય છે અને તે પૂર્વે અવ્યક્ત” રૂપે ઓળખાય છે અર્થાત્ ૧૬ વરસની ઉંમર સુધી અવ્યક્ત અને ત્યાર પછી વ્યક્ત કહેવાય છે. પાત્ર–અપાત્રમાં ગુણની અપેક્ષાએ કથન છે અને વ્યક્ત-અવ્યક્તમાં શરીર અપેક્ષાએ કથન છે.
અવ્યક્ત સાધુને કાલિકશ્રુત(અંગસૂત્ર તથા છેદ સૂત્ર)ની વાચના દેવામાં આવતી નથી. ભાષ્યમાં તેનું કારણ સ્પષ્ટ કર્યું છે– અલ્પ વયમાં પૂર્ણ રૂપથી શ્રુત ગ્રહણ કરવાની તથા ધારણ કરવાની શક્તિ અલ્પ હોય છે. જેવી રીતે કાચા ઘડાને અગ્નિમાં રાખીને પકાવાય છે, પરંતુ કાચા ઘડામાં સીધું પાણી ભરાતું નથી. તેવી રીતે અલ્પ વયવાળા શિષ્યને પહેલાં શિક્ષા અધ્યયન આદિથી પરિપકવ બનાવવામાં આવે છે અને વ્યક્ત તેમજ પાત્ર થાય ત્યારે જ આગમોની વાચના દેવાય છે.
આ સુત્ર ક્રિકમાં આવેલા “પત્ત’ શબ્દના પાત્ર કે પ્રાપ્ત એમ બે અર્થ થાય છે તથા “વ્યક્ત'ના બે અર્થ છે– (૧) “વયપ્રાપ્ત” અને (૨) “પર્યાયપ્રાપ્ત'. ૧૬ વર્ષ વાળા “વયપ્રાપ્તવ્યક્ત છે અને ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અથવા સંયમ ગુણોમાં સ્થિર ભિક્ષુ “પર્યાય વ્યક્ત” છે. આવા વૈકલ્પિક અર્થોના કારણે પ્રતોમાં ચાર સૂત્રોના સ્થાન પર ક્યાંક છે અને ક્યાંક આઠ સૂત્ર પ્રાપ્ત થાય છે. વાચના વિધિ :– ભાષ્યમાં કહ્યું છે કે નવ દીક્ષિત શિષ્યોને સર્વ પ્રથમ પ્રવર્તક મુનિરાજ સંયમ સંબંધી સમસ્ત પ્રવૃત્તિઓનું જ્ઞાન, વિનય–વ્યવહાર તેમજ સામાન્ય જ્ઞાન કરાવે છે. સ્થવિર મુનિવર તેઓને સંયમ ગુણોથી સ્થિર કરે છે. આ પ્રમાણે પ્રારંભિક શિક્ષા પછી જે ઉપર્યુક્ત યોગ્યતાને પ્રાપ્ત થાય તેઓને ઉપાધ્યાયના નેતૃત્વમાં અધ્યયન કરવાને માટે નિયુક્ત કરવામાં આવે છે. જે યોગ્યતા પ્રાપ્ત કરી શકતા નથી તેઓ પ્રવર્તક તેમજ સ્થવિરના નેતૃત્વમાં ક્રમશઃ જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ કરતા રહે છે.
ઉપાધ્યાયની પાસે શુદ્ધ ઉચ્ચારણ તથા ઘોષ શુદ્ધિની સાથે મૂળ પાઠનું અધ્યયન પૂર્ણ કરવામાં આવે છે તેની સાથે આચાર્ય તેઓને યોગ્યતાનુસાર અર્થ-પરમાર્થ યુક્ત સૂત્રાર્થની વાચના આપે છે.
આ પ્રમાણે સૂત્ર ૧૬ થી ૨૧ સુધી બે-બે સૂત્રોમાં ત્રણ વિષય ક્રમથી કહેલ છે– (૧) સૂત્ર આદિની ક્રમથી જ વાચના દેવી. (૨) તે પણ વિનય આદિ ગુણસંપન્ન યોગ્ય હોય તેને જ વાચના દેવી. (૩) વય પ્રાપ્તવાળાને જ વાચના દેવી. સૂત્રોક્ત મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. વાચના પ્રદાનમાં પક્ષપાત - | २२ जे भिक्खू दोण्हं सरिसगाणं एक्कं संचिक्खावेइ, एक्कं ण संचिक्खावेइ, एक्कं वाएइ, एक्क ण वाएइ, तं करत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી સમાન યોગ્યતા સંપન્ન શિષ્યોમાંથી એકને શિક્ષિત કરે અને એકને ન કરે, એકને વાચના આપે અને એકને ન આપે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.