________________
૨૮૨ |
શ્રી નિશીથ સુત્ર
અયોગ્યને વાચના આપવી અને યોગ્યને ન આપવી - १८ जे भिक्खू अपत्तं वाएइ, वाएतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અપાત્ર(અયોગ્ય)ને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, |१९ जे भिक्खू पत्तं ण वाएइ, ण वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર(યોગ્ય)ને વાચના આપતા નથી કે ન આપનારનું અનુમોદન કરે, २० जे भिक्खू अव्वत्तं वाएइ, वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વયથી અવ્યક્તને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू वत्तं ण वाएइ, ण वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વયથી વ્યક્તિને વાચના આપતા નથી કે ન આપનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વાચના લેનારની યોગ્યતા-અયોગ્યતા માટે “પાત્ર-અપાત્ર’ અને ‘વ્યક્તઅવ્યક્ત” શબ્દોનો પ્રયોગ કરી વાચના દાતા માટે પ્રાયશ્ચિત્ત કથન રૂપે તેના કર્તવ્યાકર્તવ્યનું કથન કર્યું છે. પત્ત, પત્ત - જે સાધુ કાલિક શ્રુતની વાચના લેવા યોગ્ય ગુણોથી યુક્ત હોય તે પાત્ર કહેવાય છે અને વાચના લેવા યોગ્ય ન હોય તે અપાત્ર કહેવાય છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪, સૂ.-૬, ૭માં ત્રણ ગુણ યુક્ત વ્યક્તિને વાચા આપવાનું વિધાન છે અને ત્રણ અવગુણ યુક્ત વ્યક્તિને વાચના આપવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પાત્રના ત્રણ ગુણ
અપાત્રના ત્રણ અવગુણ વિનીત
અવિનીત વિગયનો ત્યાગ કરનાર
વિનયનો ત્યાગ ન કરનાર કષાય-કલેશને શીઘ્ર ઉપશાંત કરનાર કષાય-ક્લેશને ઉપશાંત નહીં કરનાર,
(૧) વાચના દાતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ અને નિષ્ઠા હોય, વાચના ગ્રહણ કરવામાં રુચિ અને પ્રસન્નતા હોય, આજ્ઞા શિરોધાર્ય કરી અધ્યયન કરવાનો વિવેક હોય, તેવા વિનીત શિષ્ય જ વાચનાને યોગ્ય કહેવાય.
(૨) વિગયનો ત્યાગ કરનાર વાચનાને યોગ્ય કહેવાય. ગરિષ્ઠ ભોજન, વિગય યુક્ત આહાર કરનાર વાચના લેવામાં પ્રમાદી બની જાય છે. (૩) કલેશને, કષાયને ઉપશાંત કરનાર સાધુ જ શાંત ચિત્તે વાચનાને ગ્રહણ કરી શકે છે. વ્યગ્રચિત્તવાળા સાધુ વાચનાને અયોગ્ય છે. બૃહત્કલ્પ સૂત્રોક્ત ત્રણે ગુણ હોય તો તે પાત્ર કહેવાય છે.
પાત્રને વાચના ન આપનાર અને અપાત્રને વાચના દેનાર બંને પ્રકારના વાચના દાતા પ્રાયશ્ચિત્તને