________________
ઉદ્દેશક-૧૯
૨૮૧ |
વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–૧૦માં કેટલાક કાલિક શ્રુતની વાચનાનો ક્રમ આપ્યો છે. ઉત્કાલિક સૂત્રની વાચનાનો ક્રમ આપ્યો નથી, તેથી ગીતાર્થ મુનિ તેની વાચના પોતાને યોગ્ય લાગે તે રીતે આપી શકે છે. પ્રસ્તુત સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત વિધાન વ્યવહાર સૂત્ર કથિત અનુક્રમ માટે છે, તેમ સમજવું જોઈએ. નવ વમવેર - આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનો. આ નવ અધ્યયનોમાં સંયમમાં દઢતા, વૈરાગ્ય, શ્રદ્ધા, તેમજ પરીષહ વગેરે વિચારોને પ્રોત્સાહિત કરતો ઉપદેશ છે. બ્રહ્મચર્ય એ સંયમનો એક પર્યાયવાચી શબ્દ છે. બ્રહ્મચર્ય સંયમનું મુખ્ય અંગ છે, તેથી આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ નવ વંમર રાખ્યું છે. ચૂર્ણિકાર જણાવે છે. નવ નંબરના સબ્બો આયારો હતો અઠવા સબ્બો વરપુઓળો - નવ બ્રહ્મચર્યના ગ્રહણથી સંપૂર્ણ આચાર અથવા સંપૂર્ણ ચરણાનુયોગ (આચાર શાસ્ત્રોનું ગ્રહણ થાય છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે, તેથી “નવ” અને બ્રહ્મચર્ય શબ્દથી સંપૂર્ણ આચાર– આચારાંગ સૂત્રનું ગ્રહણ થતું હોવાથી “નવ બ્રહ્મચર્ય' એવી સંજ્ઞા આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધને આપી છે.
મયં :- “ઉત્તમશ્રત'. - ભાષ્ય ગાથા-૧૮૪માં ‘ઉત્તમદ્ભૂત” શબ્દ દ્વારા છેદ સૂત્ર અને દષ્ટિવાદ સૂત્રના ગ્રહણનો નિર્દેશ કર્યો છે. ઉત્સર્ગ–અપવાદ કલ્પો, પ્રાયશ્ચિત્ત તેમજ સંઘ વ્યવસ્થાનું વર્ણન હોવાથી “છેદસૂત્રો’ને ‘ઉત્તમશ્નત'ની સંજ્ઞા આપી છે.
દષ્ટિવાદમાં ચારે અનુયોગ પ્રમાણ અને નય વગેરે દ્રવ્યોનું સૂક્ષ્મતમ વર્ણન હોવાથી તથા વિશાળ હોવાથી તેને પણ “ઉત્તમશ્રત’ની સંજ્ઞા આપી છે. - સોળમા સુત્રાનુસાર કોઈ પણ સૂત્રની વ્યુત્કમથી વાચના આપે તો પ્રાયશ્ચિત્ત આવે છે. કદાચ કોઈ કારણ વિશેષથી વાચનામાં વ્યુત્ક્રમ કરવો પડે તો પણ પહેલાં આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની વાચના આપવી જોઈએ. તે આપ્યા વિના અન્ય કોઈ પણ સૂત્રોની વાચના આપે તો પ્રાયશ્ચિત્ત આવે છે. વ્યુત્કમ વાચનાથી લાગતા દોષો :- (૧) પૂર્વના વિષયને સમજ્યા વિના આગળનો વિષય સમજાતો નથી. (૨) ઉત્સર્ગ, અપવાદનું વિપરીત પરિણમન થાય, (૩) આગળનું અધ્યયન કર્યા પછી પહેલાનું અધ્યયન કરવામાં આળસ થાય, (૪) પૂર્ણ યોગ્યતા વિના પોતાને બહુશ્રુત કહેવડાવે ઇત્યાદિ, તેથી આગમોક્ત ક્રમથી જ બધા સૂત્રોની વાચના દેવી જોઈએ.
અન્ય સૂત્રોમાં અર્થનું અધ્યયન કરાવવાને માટે વાચના” શબ્દનો અને મૂળ આગમનું અધ્યયન કરાવવાને માટે “ઉદ્દેશક સમુદ્દેશ' શબ્દોનો પ્રયોગ છે, પરંતુ અહીં તેવા અલગ-અલગ સૂત્ર ન હોવાથી વાચના શબ્દથી જ મૂળ તેમજ અર્થ બંને પ્રકારનું ગ્રહણ કરવામાં આવ્યું છે, તેમ સમજી લેવું જોઈએ.
નિશીથ ચૂર્ણિ તથા વ્યવહાર સૂત્ર આ બંને સૂત્રોથી તેમજ તેના વિવેચનથી વાચનાનો ક્રમ આ પ્રમાણે સમજી શકાય છે– (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭) ત્રણ છેદ સૂત્ર(દશાશ્રુત સ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર) (૮) ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર (૯) ભગવતી સૂત્ર.
અવશેષ કાલિક સૂત્રો અને ઉત્કાલિક સૂત્રોનું અધ્યયન આ ઉપરોક્ત અધ્યયન ક્રમની મધ્યમાં કે પછી ગમે ત્યારે ગીતાર્થ મુનિની આજ્ઞા અનુસાર કરવું કે કરાવવું જોઈએ. આ બંને સૂત્રોમાં મુખ્યત્વે વાચના દાતાનું પ્રાયશ્ચિત્ત કથન છે, કારણ કે વાચના દાતાની જ વાચના દેવા સંબંધી જવાબદારી છે.