________________
૨૭૮ |
શ્રી નિશીથ સૂત્ર
આકાશમાં કડાકા થાય, તો આઠ પ્રહર સુધી અસ્વાધ્યાયકાળ રહે છે. (૬) યુ૫ક - શુકલપક્ષમાં પ્રતિપદા, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તેને યુપક કહેવામાં આવે છે. આ દિવસમાં રાત્રિમાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૭) યક્ષાદીત - ક્યારેક કોઈ દિશામાં વીજળીના ચમકારા જેવો, થોડા-થોડા સમય પછી જે પ્રકાશ થાય છે, તે યક્ષાદીપ્ત કહેવાય છે. આકાશમાં જ્યાં સુધી યક્ષાદીત દેખાય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૮) ધૂમિકા કૃષ્ણ - કારતકથી શરૂ કરી મહા મહિના સુધીનો સમય વાદળાને માટે ગર્ભમાસ કહેવાય છે. તે કાલમાં ધુમાડાના રંગની સૂક્ષ્મ જલરૂપી ધુમ્મસ છવાઈ જાય છે, તે ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. જ્યાં સુધી ધુમ્મસ છવાયેલી રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૯) મહિકાજેત :- શીતકાળમાં શ્વેતવર્ણની સૂક્ષ્મ જલરૂપી ધુમ્મસ પડે છે, તેને મહિકા કહેવાય છે.
જ્યાં સુધી મહિકા વરસતી રહે, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૧) રજ ઉદઘાત :- વાયુ(પવન)ને કારણે ચારે ય બાજુ ધુળ છવાઈ જાય અને સૂર્ય ઢંકાઈ જાય તો જ્યાં સુધી આ ધૂળ છવાયેલી રહે, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય – (૧૧)-(૧૨)-(૧૩) :- હાડકાં–માંસ અને લોહી: જ્યાં સુધી પંચેન્દ્રિય તિર્યંચના હાડકાં અગ્નિથી બળી ન જાય કે પાણીથી ધોવાઈ ન જાય ત્યાં સુધી અસ્વાધ્યાય હોય છે અને તેનો સમય બાર વર્ષનો છે. માંસ અને લોહી જો સામે દેખાય તો જ્યાં સુધી ત્યાંથી તે વસ્તુઓ ઉપાડવામાં ન આવે ત્યાં સુધી અસ્વાધ્યાય છે. વૃત્તિકાર આસપાસના જ હાથ સુધી અને ત્રણ પ્રહર સુધી આ વસ્તુઓ હોવા પર અસ્વાધ્યાય માને છે. ફૂટેલા ઈંડાનો અસ્વાધ્યાય ત્રણ પ્રહરનો હોય છે.
આ પ્રમાણે મનુષ્ય સંબંધી હાડકાં, માંસ અને લોહીનો પણ અસ્વાધ્યાય માનવામાં આવે છે. વિશેષતા એટલી છે કે તેનો અસ્વાધ્યાય સો હાથ સુધી અને એક દિવસ-રાતનો હોય છે. સ્ત્રીના માસિક ધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસ સુધી હોય છે. બાળક અને બાલિકાના જન્મના કારણે તે ઘરમાં અને તે ઘરથી સાત ઘર સુધીમાં અસ્વાધ્યાય હોય છે તે ક્રમશઃ સાત અને આઠ દિવસ પર્યત મનાય છે. (૧૪) અશુચિ – મળ-મૂત્ર સામે દેખાય કે તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય છે. (૧૫) સ્મશાનઃ- સ્મશાન ભૂમિની ચારે ય બાજુ સો-સો હાથ સુધી અસ્વાધ્યાય માનવામાં આવે છે. (૧) ચંદ્રગ્રહણ:- ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્ય આઠ પ્રહર, ઉત્કૃષ્ટ બાર પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૧૭) સૂર્યગ્રહણ – સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્ય બાર અને ઉત્કૃષ્ટ સોળ પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૧૮) પતન - કોઈ મોટા માન્ય રાજા અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય ત્યારે, જ્યાં સુધી તેના અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ તેમજ જ્યાં સુધી બીજો અધિકારી સત્તારૂઢ ન થાય ત્યાં સુધી ધીમે-ધીમે સ્વાધ્યાય કરવો જોઈએ.