________________
ઉદ્દેશક-૧૯
[ ૨૭૯]
(૧૯) રાજવ્યક્ઝહ:- નજીકના રાજાઓમાં પરસ્પર યુદ્ધ થવા પર જ્યાં સુધી શાંતિ ન થાય ત્યાં સુધી અને ત્યારપછી પણ એક દિવસ-રાત સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર – ઉપાશ્રયની અંદર પંચેન્દ્રિય જીવનું મૃત શરીર જ્યાં સુધી પડ્યું રહે ત્યાં સુધી તથા ઉપાશ્રયની બહાર ૧૦૦ હાથ સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૨૧–૨૮) ચાર મહોત્સવ અને ચાર મહાપ્રતિપદા - આષાઢ પૂર્ણિમા(ભૂત મહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા(સ્કંધ મહોત્સવ) અને ચેત્ર પૂર્ણિમા(યક્ષ મહોત્સવ). આ ચાર મહોત્સવ છે. આ પૂર્ણિમાઓ પછી આવનારી પ્રતિપદા(એકમ)ને મહાપ્રતિપદા કહેવાય છે. તેમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (૨૯-૩૨) સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ - સવારે સૂર્યોદય પહેલાં અને પછી લાલ દિશા રહે ત્યાં સુધી, સુર્યાસ્તની પહેલાં અને પછી લાલ દિશા રહે ત્યાં સુધી, બપોરે મધ્યાહ્નથી એક ઘડી આગળ અને એક ઘડી પાછળ અને અર્ધરાત્રિમાં પણ એક ઘડી આગળ અને એક ઘડી પાછળ સ્વાધ્યાય ન કરવો જોઈએ. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાના દોષો :- આ ૩૨ પ્રકારના અસ્વાધ્યાયોમાં સ્વાધ્યાય કરવામાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે અને જ્ઞાનના અતિચારનું સેવન થાય છે..
ધૂમિકા, મહિકામાં અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી લોક વ્યવહારથી વિરુદ્ધ આચરણ થાય છે તથા સૂત્રનું સન્માન રહેતું નથી. યુદ્ધ સમયે અને રાજ મૃત્યુ સમયે સ્વાધ્યાય કરવાથી રાજા કે રાજ્ય કર્મચારીઓને સાધુની પ્રતિ અપ્રીતિ કે દ્વેષ ઉત્પન્ન થઈ શકે છે.
દેવોની અર્ધમાગધી ભાષા કહી છે અને આ ભાષા આગમની પણ છે. અસ્વાધ્યાયના સમયે મિથ્યાત્વી તેમજ કૌતુહલી દેવો દ્વારા ઉપદ્રવ થવાની સંભાવના બની રહે છે.
મૂળપાઠની પુનરાવૃત્તિ કરવા રૂપ સ્વાધ્યાયની અપેક્ષાએ જ આ અસ્વાધ્યાય છે, પરંતુ તે સૂત્રોની અનુપ્રેક્ષામાં કે ભાષાંતરિત થયેલા આગમનો સ્વાધ્યાય કરવામાં અસ્વાધ્યાય નથી અને આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય નથી, તે તો ઊભયકાળ સંધ્યાના સમયમાં અવશ્ય કરણીય છે. નમસ્કાર મંત્ર, લોગસ્સ આદિ આવશ્યક સૂત્રના પાઠ પણ સદા સર્વત્ર ભણી કે બોલી શકાય છે. કોઈ પણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી શેષ રહેલા અધ્યયન કે ઉદ્દેશકની પરિયટ્ટણા પૂર્ણ કરવાનું પ્રાયશ્ચિત્ત આવે છે.
તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયનાં લોહી કે ક્લેવરનો અસ્વાધ્યાય ગણાતો નથી. સ્વકીય અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય :|१५ जे भिक्खू अप्पणो असज्झाइए सज्झायं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે કે કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
સ્વયંના અસ્વાધ્યાયના બે પ્રકાર હોય છે– (૧) વ્રણ સંબંધી અને (૨) ઋતુ ધર્મ સંબંધી. (૧) સ્વકીય વ્રણ સંબંધી અસ્વાધ્યાયઃ- કોઈ ઘા પડ્યા હોય તેમાંથી અથવા શરીરમાં ફોડકા, ફોડકી, ભગંદર, મસાદિમાંથી લોહી, પરુ વહેતા હોય તે સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય છે. લોહી આદિની શુદ્ધિ