________________
ઉદ્દેશક-૧૯
૨૭૭ ]
વિવેચન -
સાધુ-સાધ્વીએ દિવસ-રાત્રિમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોવા છતાં આગમમાં જ્યારે–જ્યાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે, તે અસ્વાધ્યાય કાળનું હંમેશાં ધ્યાન રાખવું જરૂરી છે. અસ્વાધ્યાય સ્થાનો :- (૧) ઠાણાંગ સૂત્ર, સ્થાન-૪માં ચાર પ્રતિપદાઓ અને ચાર સંધ્યામાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (૨) ઠાણાંગ સૂત્ર, સ્થાન–૧૦માં દસ આકાશીય અસ્વાધ્યાય અને દસ દારિક શરીર સંબંધી અસ્વાધ્યાય કહ્યા છે. (૩) નિશીથ સૂત્રના આ જ ઉદ્દેશકમાં ૪ ચાર મહોત્સવ (પૂનમ) અને તેના પછી આવતી ચાર એકમ તથા ૪ સંધ્યામાં તેમ કુલ ૧૨ સમયોમાં સ્વાધ્યાયનો નિષેધ છે. (૪) વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–૭માં સ્વ શરીર સંબંધી અસ્વાધ્યાયનો નિષેધ કર્યો છે અને તેમાં આપવાદિક છૂટ પણ આપી છે. આ સર્વ નિષેધ સ્થાનોનો સરવાળો કરવાથી કુલ-૩ર અસ્વાધ્યાય સ્થાન થાય છે, તે આ પ્રમાણે છેઆકાશ સંબંધી અસ્વાધ્યાય
૧૦ ઔદારિક સંબંધી અસ્વાધ્યાય ૧૦ ચાર પૂનમ, ચાર એકમ અસ્વાધ્યાય ૮ ચાર સંધ્યા અસ્વાધ્યાય
કુલ(બત્રીસ) ૩૨ આ ૩ર અસ્વાધ્યાયમાંથી ૧૨ અસ્વાધ્યાયોનું વિવેચન પૂર્વ સૂત્રોમાં કર્યું છે. શેષ ૨૦ અસ્વાધ્યાય આ પ્રમાણે છેઆકાશીય દસ અસ્વાધ્યાય :- (૧) ઉલ્કાપાત- તારાનું ખરવું અર્થાત્ સ્થાનાંતરિત થવું. ઠાણાંગ, સ્થા.-૩, ઉ.-૧, સૂ.-૨૬માં તારાના સ્થાનાંતરિત(ચલિત) થવાના ત્રણ કારણ દર્શાવ્યા છે– (૧) દેવો વૈક્રિય રૂ૫ કરે (૨) દેવો પરિચાર- સંચરણ કરે અને (૩) તારા દેવો (તારા વિમાનો) તારા દેવો એક સ્થાનેથી બીજા સ્થાને સંક્રમણ કરે. તારા દેવોની આ ત્રણ પ્રકારની ક્રિયા સમયે લાંબી રેખા યુક્ત પ્રકાશ દેખાય છે. તેને તારો ખરવો કે ઉલ્કાપાત કહેવાય છે. આવો વિશિષ્ટ પ્રકાશ કે વિશિષ્ટ પ્રકાશમય રેખા દેખાય ત્યારે અસ્વાધ્યાય સમજવો જોઈએ.(સામાન્ય પ્રકાશ કે પ્રકાશમય રેખા માટે અસ્વાધ્યાય ન સમજવો). તે સંબંધી અસ્વાધ્યાય એક પ્રહર સુધી રહે છે. (૨) દિગ્દાહ - જ્યાં સુધી કોઈ દિશા અતિશય લાલવર્ણની દેખાય અર્થાત્ કોઈ દિશામાં આગ જેવું લાગે ત્યારે સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૩) ગર્જિત - વાદળોનો અવાજ, ગર્જના સાંભળવામાં આવે તો બે પ્રહરનો અસ્વાધ્યાય. (૪) વિધુત:- વીજળી ચમકવા પર એક પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ.
પરંતુ ગર્જના અને વીજળીનો અસ્વાધ્યાય ચાતુર્માસમાં ન માનવો જોઈએ કારણકે તે ગર્જના અને વીજળી પ્રાયઃ ઋતુ સ્વભાવથી થાય છે અર્થાત્ આદ્ર નક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધી આ બંનેનો અસ્વાધ્યાય માનવામાં આવતો નથી. (૫) નિર્ધાત- વાદળા વગરના આકાશમાં કોઈ વ્યંતરદેવોની ઘોરગર્જના થાય અથવા વાદળા સહિત