________________
૨૭૬ ]
શ્રી નિશીથ સત્ર
છે. નશામાં ભ્રમણ કરતાં લોકો પણ કુતુહલ કે દ્વેષથી ઉપદ્રવ કરી શકે છે. આ રીતે અનર્થકારી ઉપદ્રવોથી દૂર રહેવા માટે આઠ દિવસમાં સ્વાધ્યાયનો નિષેધ છે.
પ્રસ્તુત સુત્રમાં ચાર મહોત્સવનો નિર્દેશ છે પણ ઉપલક્ષણથી અન્ય પણ આગમોક્ત દેવ સંબંધી મહોત્સવોના મુખ્ય દિવસે સ્વાધ્યાય ન કરવો તેમ સમજી શકાય છે. જેમ કે– આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, સૂત્ર–રમાં આ પ્રકારના દેવ સંબંધી સાત મહોત્સવોના નામ છે. તેમાં ત્રણ નામ વિશેષ છે, યથા– (૧) નાગ મહોત્સવ (૨) રુદ્ર મહોત્સવ (૩) મુકુંદ મહોત્સવ. તાત્પર્ય એ છે કે જે ક્ષેત્રમાં જે દિવસે મહામહોત્સવ હોય તે દિવસે ત્યાં મોટેથી સ્વાધ્યાય કરવો ન જોઈએ. સ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાયની ઉપેક્ષા:१३ जे भिक्खू चाउकालं सज्झायं उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ચારે સ્વાધ્યાય કાળને સ્વાધ્યાય કર્યા વિના જ વ્યતીત કરે છે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
ઠાણાંગ, સ્થા.-૪, ઉ.-૨, સૂ.-૩૮માં ચાર કાળમાં સ્વાધ્યાય કરવાનું વિધાન છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. દિવસનો પ્રથમ અને અંતિમ પ્રહર(પોરસી), રાત્રિનો પ્રથમ અને અંતિમ પ્રહર, આ ચાર પ્રહર કાલિક શ્રતની અપેક્ષાએ સ્વાધ્યાય કાળ છે. આ ચારે કાળમાં સ્વાધ્યાય ન કરતાં, વિકથા, પ્રમાદાદિમાં સમય વ્યતીત કરવો તે જ્ઞાનનો અતિચાર છે. જેમ કે- જાને ન જો સાઓ –આવશ્યક સૂત્ર, અધ્યયન-૪. જે સાધુ સ્વાધ્યાયકાલમાં સ્વાધ્યાય ન કરે, તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
(૧) સ્વાધ્યાય ન કરવાથી પૂર્વ ગૃહીત શ્રુત વિસ્મૃત થાય છે. (૨) નવા શ્રુતનું ગ્રહણ તથા તેની વૃદ્ધિ થતી નથી. (૩) સંયમ ગુણોનો નાશ થાય છે. (૪) સ્વાધ્યાય, તપ અને નિર્જરાના લાભથી વંચિત રહે છે, પરિણામે ભવ પરંપરા નષ્ટ થતી નથી.
સાધુ જીવનની સમાચારીમાં સાધુને માટે દિવસના ચાર પ્રહરમાંથી બે પ્રહર અને રાત્રિના ચાર પ્રહરમાંથી બે પ્રહર, આ રીતે આઠ પ્રહરના અહોરાત્રમાં ચાર પ્રહર સ્વાધ્યાય કરવાની જિનાજ્ઞા છે. સમાચારીનું આ કથન સાધકોને માટે સ્વાધ્યાયની મહત્તા પ્રદર્શિત કરે છે, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમમાં સંયમી જીવનની પરિપક્વતા માટે સાધુઓને સ્વાધ્યાયમાં તલ્લીન રહેવાનું હિતકારી સૂચન છે.
(૧) સ્વાધ્યાય કરવાથી વિપુલ પ્રમાણમાં નિર્જરા થાય છે. (૨) શ્રુતજ્ઞાન સ્થિર અને સમૃદ્ધ બને છે. (૩) શ્રદ્ધા, વૈરાગ્ય, સંયમ અને તપમાં રુચિ વધે છે. (૪) મન, ઇન્દ્રિય નિગ્રહમાં સફળતા મળે છે. (૫) સ્વાધ્યાયથી ચિત્તની એકાગ્રતા વધે છે અને પરિણામે ધર્મધ્યાન-શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. અસ્વાધ્યાય કાલમાં સ્વાધ્યાયઃ१४ जे भिक्खू असज्झाइए सज्झायं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ૩ર અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.