________________
ઉદ્દેશક-૧૯
૨૭૫
કે
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઇન્દ્ર મહોત્સવ, સ્કંધ મહોત્સવ, યક્ષ મહોત્સવ, ભૂત મહોત્સવ, આ ચાર મહોત્સવોમાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારનું અનુમોદન કરે,
१२ जे भिक्खू चउसु महापाडिवएसु सज्झायं करेइ करेंतं वा साइज्जइ, तं जहा- आसोयपाडिवए कत्तियपाडिवए सुगिम्हगपाडिवाए आसाढी पाडिवए ।
=
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આસો પૂર્ણિમા પછીની પ્રતિપદા, કારતક પૂર્ણિમા પછીની પ્રતિપદા, ચૈત્રી પૂર્ણિમા પછીની પ્રતિપદા અને અષાઢી પૂર્ણિમા પછીની પ્રતિપદા આ ચાર પ્રતિપદાઓમાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
આ બે સૂત્ર દ્વારા ચાર પૂનમ અને તેના બીજે દિવસે આવતી ચાર એકમ, આ આઠ દિવસે સ્વાધ્યાય કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ચાર પૂનમના દિવસે ચાર મહા મહોત્સવ ઉજવાતા હોવાના કારણે અગિયારમા સૂત્રમાં ચાર પૂનમના સ્થાને ચાર મહોત્સવના જ નામ લખ્યા છે અને બારમા સૂત્રમાં ચાર પ્રતિપદા– એકમના નામ કહ્યા છે. ઇન્દ્ર મહોત્સવથી અશ્વિની પૂર્ણિમા, સ્કંધ મહોત્સવથી કારતકી પૂર્ણિમા, યક્ષ મહોત્સવથી ચૈત્રી પૂર્ણિમા અને ભૂત મહોત્સવથી અષાઢી પૂર્ણિમાનું ગ્રહણ થાય છે. બારમા સૂત્રમાં ચાર પ્રતિપદાના નામ આ પ્રમાણે છે– અશ્વિની પ્રતિપદા અર્થાત્ આસો પૂર્ણિમા પછીની કારતક વદ એકમ (ગુજરાતી પ્રમાણે આસો વદ એકમ), કારતકી પ્રતિપદા અર્થાત્ કારતકી પૂર્ણિમા પછીની માગસર વદ એકમ (ગુજરાતી કારતક વદ) એકમ, ચૈત્રી પ્રતિપદા અર્થાત્ ચૈત્રી પૂર્ણિમા પછીની વૈશાખ વદ (ગુજરાતી ચૈત્ર વદ) એકમ અને અષાઢી પૂર્ણિમા અર્થાત્ અષાઢ પૂર્ણિમા પછીની શ્રાવણ વદ (ગુજરાતી અષાઢ વદ) એકમના દિવસે સ્વાધ્યાય કરવાનો નિષેધ છે.
આસાત પાક્રિવાર્, વમત પાધિવાળુ, પ્રિય પાડિવાય્, મુશિખ પાડિવાય્ । ઠાણાંગ, સ્થા.-૪, ઉ.–૨, સૂ.–૩૬. ઠાણાંગ સૂત્રમાં ક્રમ પ્રાપ્ત અષાઢ પછી ઇન્દ્ર મહોત્સવનું બીજું સ્થાન છે અને અષાઢ પછી ક્રમથી આસો આવે તેથી ઇન્દ્ર મહોત્સવ’ આસો પૂનમને દિવસે હોય તે સુસ્પષ્ટ થાય છે. ઠાણાંગ સૂત્રમાં ૪ પ્રતિપદાના સ્વાધ્યાયનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આ રીતે ગુજરાતી પ્રમાણે આસો સુદ પૂનમ અને આસો વદ એકમ, કારતક સુદ પૂનમ અને કારતક વદ એકમ, ચૈત્ર સુદ પૂનમ અને ચૈત્ર વદ એકમ, અષાઢ સુદ પૂનમ અને અષાઢ વદ એકમ, આ આઠ તિથિ અસ્વાધ્યાય નિધિ છે. મહોત્સવનો દિવસ માનીને ભાદરવા સુદ પૂનમ અને તે પછીની એકમને પણ અસ્વાધ્યાયનો દિવસ માનવાની પરંપરા છે. આઠ દિવસોમાં સ્વાધ્યાય ન કરવાના કારણો :– આ આઠ દિવસ મહોત્સવના ગણાય છે, તે મહોત્સવ વ્યંતર જાતિના દેવોથી સંબંધિત છે. ઇન્દ્રને પ્રસન્ન રાખવા લોકો પૂજા-પ્રતિષ્ઠા કરી, આખો દિવસ ખાન-પાન, નાચ-ગાન, મોજ શોખ પૂર્વક વ્યતીત કરે છે. આ દિવસોમાં દેવોનું આવાગમન વિશેષ હોય છે. તે દેવો ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા અને કુતૂહલી હોય છે. તેઓ સ્વાધ્યાયની રસ્ખલના થવાથી ઉપદ્રવ કરી શકે છે અથવા કોઈ ઋદ્ધિ સંપન્ન દેવ ઉપદ્રવ કરી શકે છે.પ્રતિપદાના દિવસે પણ આ મહોત્સવના કાર્યક્રમો રોષ રહ્યો હોય તે ઉજવાય છે, તેથી પ્રતિપદાનો દિવસ પણ મહોત્સવનો જ ગણાય.
સામાજિક દૃષ્ટિએ મહોત્સવના દિવસોમાં શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય વગેરે અવ્યાવહારિક ગણાય