________________
૨૭૪ ]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :નિયમ્સ:- કાલિક શ્રુત. કાલિક અને ઉત્કાલિક સૂત્રનો ભેદ કરાવનારી કોઈ સ્પષ્ટ પરિભાષા આગમમાં ઉપલબ્ધ નથી, પરંતુ નંદી સૂત્રમાં કાલિક અને ઉત્કાલિક સૂત્રની સૂચિ ઉપલબ્ધ છે. તે સૂચિ પરથી કાલિક-ઉત્કાલિક સૂત્રના કેવળ નામનો પરિચય પ્રાપ્ત થાય છે, પરંતુ કાલિક અને ઉત્કાલિક કહેવાનું કારણ સ્પષ્ટ થતું નથી. તેમ છતાં એટલું તો નિશ્ચિત્ત છે કે ગણધરો દ્વારા રચિત અંગસૂત્રો તો કાલિક જ છે અને દષ્ટિવાદ આદિ અંગ સૂત્રોમાંથી ભાષા-પરિવર્તન કર્યા વિના જેમ હોય તેમ ઉદ્ધત કરવામાં આવેલા આગમ પણ કાલિકશ્રુત કહેવાય છે, કારણ કે તે તો અંગ સૂત્રોનું મૌલિક રૂપ જ છે. અન્ય પૂર્વધરો દ્વારા પોતાની શૈલીમાં રચિત આગમોને ઉત્કાલિકશ્રુત સમજવા જોઈએ.
નંદી સૂત્રમાં ઉત્કાલિક સૂત્રના ર૯ નામ અને કાલિક સૂત્રના ૪૨ નામ છે અને એક આવશ્યક સૂત્ર કાલિક–ઉત્કાલિકથી ભિન્ન સ્વતંત્ર છે. એમ કુલ ર૯ + ૪૨ + ૧ = ૭૨ સૂત્રના નામ નંદીસૂત્રમાં છે, નંદી સુત્રની આ સૂચિ પ્રમાણે વર્તમાનમાં સ્થાનકવાસી પરંપરામાં સ્વીકૃત ઉર આગમમાંથી ઉવવાઈ સૂત્ર, રાયપરોણીય સૂત્ર, જીવાજીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર આ પાંચ ઉપાંગસૂત્ર અને દશવૈકાલિક સૂત્ર, નંદીસૂત્ર, અનુયોગ દ્વાર સૂત્ર, આ ત્રણ મૂળ સૂત્ર, તેમ કુલ આઠ સૂત્ર ઉત્કાલિક સૂત્ર છે અને આવશ્યક સૂત્ર નોઉત્કાલિક નોકાલિક સૂત્ર છે. તે ઉપરાંત શ્રી અનુયોગ દ્વાર સૂત્ર અનુસાર આવશ્યક સૂત્રની પણ ઉત્કાલિક સૂત્રમાં ગણના થતાં ઉત્કાલિક સૂત્રો થાય છે. શેષ ૧૧ અંગ+ ૭ઉપાંગ+૧ મૂળ +૪ છેદ સૂત્ર - ૨૩ સૂત્ર કાલિક સૂત્ર છે. શ્રી ઠાણાંગ સૂત્રનાસાર ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર કાલિક શ્રુત કહેવાય છે.
કાલિક સૂત્ર માટે દિવસ તથા રાત્રિનો પ્રથમ અને અંતિમ પ્રહર સ્વાધ્યાયનો કાળ છે અને બીજોત્રીજો પ્રહર કાલિક સૂત્ર માટે ઉત્કાલ કહેવાય છે. સાધુ પ્રથમ અને અંતિમ પ્રહરમાં કાલિક સૂત્રનો અને બીજા-ત્રીજા પ્રહરમાં ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે છે. ઉત્થાલના સમયે કાલિક સૂત્રનો સ્વાધ્યાય થતો નથી પરંતુ નવું અધ્યયન કંઠસ્થ કરવાની અપેક્ષાએ અહીં આપવાદિક મર્યાદા બતાવી છે. ત્તિ પુછાનું સરખું ગુચ્છા :- તેમાં ઉત્કાલમાં દષ્ટિવાદ માટે સાત પૃચ્છાઓ અને આચારાંગ આદિ અન્ય કાલિક સૂત્ર માટે ત્રણ પૃચ્છાનું વિધાન છે. “પૃચ્છા' શબ્દનો સામાન્ય અર્થ “પ્રશ્નોત્તર કરવા” તેમ થાય છે પરંતુ પ્રશ્નોત્તર માટે સ્વાધ્યાય કે અસ્વાધ્યાય કાળનો કોઈ પ્રશ્ન જ હોતો નથી તેથી પ્રસ્તુત પ્રકરણમાં તે અર્થ પ્રાંસગિક નથી. હિલિતો પણ પુછા, હિપુછાહિં જવલતોના મવતિ પર્વ નિયસુચક્ષુ પાતરં 1 લિટ્ટવા સાસુ પુછાસુ વીસ સિતો મવતિ ! –ચૂર્ણ. –ભાષ્ય ગાથા-09૧.
ત્રણ શ્લોકને “પૃચ્છા' સંજ્ઞા આપી છે. ત્રણ શ્લોકની એક પૃચ્છા અને ત્રણ પૃચ્છાના નવ શ્લોક થાય.ઉત્કાલમાં કાલિક શ્રતનો સ્વાધ્યાય ન કરાય પરંતુ અપવાદ માર્ગમાંઆવશ્યક્તા હોયતો દષ્ટિવાદસિવાયના કાલિક સૂત્રની ત્રણ પૃચ્છા-નવ શ્લોકનું ઉચ્ચારણ કરી શકાય છે અને દષ્ટિવાદ સૂત્રમાં અનેક સૂક્ષ્મસૂક્ષ્મતર વિષય, ભંગ-ભેદ આદિ વિસ્તૃત વર્ણન હોવાથી તેની સાત પૃચ્છા અર્થાત્ ૨૧ શ્લોકનું એકી સાથે ઉચ્ચારણ કરી શકાય છે. આ ૯ કે ૨૧ શ્લોકથી વધુ ઉચ્ચારણ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. મહા મહોત્સવમાં સ્વાધ્યાય - ११ जे भिक्खू चउसु महामहेसु सज्झायं करेइ, करेंत वा साइज्जइ, तं जहाइंदमहे खंदमहे जक्खमहे भूयमहे ।