________________
ઉદ્દેશક-૧૯
૨૭૩ ]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રાત:કાલીન સંધ્યા, સાંયકાલીન સંધ્યા, મધ્યાહ્ન અને મધ્યરાત્રિ સંધ્યા, આ ચાર સંધ્યાના સમયે સ્વાધ્યાય કરે કે કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર સંધ્યાઓ કહી છે અને તે સંધ્યાકાલમાં શાસ્ત્રનો સ્વાધ્યાય કરનાર માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. ઠાણાંગ, સ્થા.-૪, ઉ.-૨, સૂ.-૩૭માં ચાર સંધ્યાકાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. ૧. પૂર્વ સંધ્યા:- રાત્રિ અને દિવસનો જે સંધિકાળ છે, સૂર્યોદય સમયે પૂર્વદિશામાં જે લાલિમા હોય છે તે પૂર્વ સંધ્યા કહેવાય છે. સૂર્યોદય પૂર્વે વધુ સમય અને સૂર્યોદય પછી અલ્પ સમય લાલિમાં રહે છે. જેટલો સમય દિશા લાલ રહે તે સમય સંધ્યાકાલ છે. ૨. પશ્ચિમ સંધ્યા- દિવસ અને રાત્રિનો જે સંધિકાળ, સુર્યાસ્ત સમયે પશ્ચિમ દિશામાં જે લાલાશ હોય છે તે પશ્ચિમ સંધ્યા કહેવાય છે. સૂર્યાસ્ત પૂર્વે લાલ દિશા અલ્પ સમય અને સૂર્યાસ્ત પછી લાલ દિશા વધુ સમય રહે છે. ૩. અપરાધ - મધ્યાહ્ન-દિવસનો મધ્યકાળ. તેને સંધિકાળ કહેવામાં આવે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જેટલા મુહૂર્તનો દિવસ હોય તેની મધ્યનો એક મુહૂર્ત મધ્યાહ્ન કહેવાય છે. તેને જ સૂત્રમાં અપરાતં કહેલ છે. સ્થૂલ દષ્ટિએ બપોરે ૧૨ થી ૧ના સમયે મધ્યાહ્ન કાલની ગણના કરવામાં આવે છે. ૪. અર્ધરાત્રિ:- રાત્રિનો મધ્યકાળ. સ્થૂલરૂપે રાત્રિના ૧૨ થી ૧ સુધીના સમયને સંધ્યાકાળ મનાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જેટલા મુહૂર્તની રાત્રિ હોય તેના મધ્યના એક મુહૂર્તને અર્ધરાત્રિ કહે છે.
- આ ચારે સંધ્યાકાળ વ્યંતર દેવોનો ભ્રમણકાળ છે. સ્વાધ્યાયમાં પ્રમાદથી કોઈ પણ પ્રકારે સ્કૂલના થાય તો દેવો દ્વારા ઉપદ્રવ થવાની સંભાવના છે, કારણ કે દેવોની ભાષા અને આગમની ભાષા એક જ છે, તેથી પ્રાતઃ સંધ્યા અને સાયંસંધ્યા સમયને આગમમાં પ્રતિક્રમણ તથા પ્રતિલેખનાનો સમય બતાવ્યો છે. આ સમયે સ્વાધ્યાય કરવાથી આવશ્યક ક્રિયાઓના સમયનું અતિક્રમણ થાય છે. તે સમયે આગમના મૂળ પાઠનું ઉચ્ચારણ, વાંચન અને સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. તે સમયે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનના અતિચાર રૂપ અને જો સફાઓ દોષનું સેવન થાય છે અને તેનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં બતાવ્યું છે. ઉત્કાલમાં કાલિક શ્રુતનો સ્વાધ્યાય -
९ जे भिक्खू कालियसुयस्स परं तिण्हं पुच्छाणं पुच्छइ, पुच्छंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અકાલમાં કાલિક શ્રુતની ત્રણ પૃચ્છાથી વધુ પૃચ્છા પૂછે કે પૂછનારનું અનુમોદન કરે, १० जे भिक्खू दिट्ठिवायस्स परं सत्तण्हं पुच्छाणं पुच्छइ, पुच्छतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અકાલમાં દષ્ટિવાદની સાત પૃચ્છાથી વધુ પૃચ્છા પૂછે કે પૂછનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.