________________
૨૭૨ |
શ્રી નિશીથ સૂત્ર
ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સાત સૂત્રોમાં ઔષધ ગ્રહણ સંબંધી દોષોનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઠાણાંગ, સ્થા-૩, -૩, સૂ.-૧રનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. વિલંડ:- વિકૃત શબ્દ આરોગ્યદાયી પ્રપાણક(ઔષધિ) અર્થમાં પ્રયુક્ત છે. વિશિષ્ટ તરલ, પેય ઔષધિઓને પ્રપાણક કહે છે. તેમાં અરિષ્ટ, આસવ, કવાથ, અર્ક વગેરેનો સમાવેશ થાય છે. અનેક જડીબૂટીઓના સંયોગે તથા આયુર્વેદિક પ્રક્રિયા દ્વારા તેનું મૂળરૂપ પરિવર્તિત થઈ જાય છે, તે અચિત્ત બની જાય છે. તેનું સ્વરૂપ વિશેષરૂપે પરિવર્તિત થતું હોવાથી તે વિકૃત વિય કહેવાય છે.
સુત્ર ૧ થી ૪માં ઔષધ સંબંધી એષણાના દોષોનું પ્રાયશ્ચિત્ત કથન છે. સહનશક્તિના અભાવે સાધુ ઔષધ ઇચ્છે તો નિર્દોષ ઔષધની ગવેષણા કરે. તિ૬ :- ઔષધની ત્રણ દરી. અફીણ જેવા કેટલાક નશીલા પદાર્થ ઔષધરૂપે પણ વપરાય છે. આસવ આદિમાં પણ કિંચિત્માત્રામાં માદકતા હોય છે અને તેથી જ સૂત્રકારે ઔષધિની માત્રાના વિષયમાં સાવધાન રહેવાનું અને અસાવધાની માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે.
આગમોમાં અન્ય સ્થાને “દત્તી’ શબ્દનો પ્રયોગ “એક અખંડ ધાર’ અર્થમાં થયો છે. એક અખંડ ધારે જેટલું પાણી આવે તે એક દત્તી પાણી કહેવાય છે. પ્રસ્તુત ઔષધ પ્રકરણમાં “ઔષધદત્તી’થી ઔષધની માત્રા અર્થ કરવો પ્રસંગ સંગત છે. ઔષધની માત્રા તોલા, માસા કે રતિના માપથી અથવા ગ્રામ,મિલીગ્રામ, ચમચી કે ટીપાના માપથી નિશ્ચિત્ત થાય છે.
આ સૂત્રમાં ત્રણથી વધુ માત્રા લેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે, તે અંબર, અફીણ, વગેરે માદક પદાર્થ કે સુવર્ણ ભસ્મ વગેરે રસાયણની અપેક્ષાએ સમજવું. ત્રણ માત્રા એટલે ત્રણવાર ઔષધ ગ્રહણ કરવું. પ્રાયઃ પ્રતિદિન ત્રણવાર ઔષધ ગ્રહણ કરવાનું હોય છે, તે અપેક્ષાએ અહીં ત્રણ માત્રાનું સૂચન કર્યું છે. નિયT:- ઔષધ લઈને. ઔષધ સાથે લઈને વિહાર કરાય નહીં. વિહારમાં ઔષધ સાથે રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત આવે છે. વિયાં નેય :- ઔષધને ગાળવું. ગાળવું શબ્દ કથનથી અન્ય પાણીમાં પલાળવી, ઓગાળવી, ખરલમાં ઘૂંટવી, ખાંડવી, પસવી, વગેરે પ્રવૃત્તિઓનું પણ ગ્રહણ થઈ જાય છે અને તે પ્રવૃત્તિઓથી પ્રમાદની વૃદ્ધિ થાય છે. સંપાતિમ જીવોની વિરાધના થાય છે માટે સાધુ તેવી પ્રવૃત્તિ ન કરે. સહજ રીતે પ્રાપ્ત ઔષધને જ ગ્રહણ કરે. સાધુ માટે તે ઉપરોક્ત સૂત્ર કથિત પ્રવૃત્તિ કરી ગૃહસ્થ આપે તો તેવા દોષયુક્ત પદાર્થ પણ ગ્રહણ ન કરવા.
આ રીતે આ સાત સૂત્રોમાં ઔષધ સંબંધી ક્રિીત આદિ ગવેષણા દોષ, દત્તી સંખ્યા પરિમાણનું ઉલ્લંઘન, વિહારમાં ઔષધ ગ્રહણ અને ઔષધ ગાળવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. સંધ્યાકાળે સ્વાધ્યાય કરવો:[८ जे भिक्खू चउहि संझाहि सज्झायं करेइ, करेंतं वा साइज्जइ । तं जहापुव्वाए संझाए, पच्छिमाए संझाए, अवरण्हे, अड्डरत्ते ।