________________
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અનુકૂળ વ્યવહાર કરવા માટે અને તેનાથી વિપરીત, ચરણ કરનારા સજાપાત્ર છે અર્થાત્ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે.
'નિશીથ' શબ્દના લધ્યર્થ તરફ ધ્યાન દઈએ, તો લબ્બર્થ શબ્દથી પર એના અર્થનો બોધ કરાવે છે. જીવ અનાદિ કાળથી મોહનિદ્રામાં સૂતેલો છે અને ભયંકર રાત્રિ કાળમાં તેનું જીવન પૂર્ણ થાય છે, સૂર્યોદય થતો જ નથી. આવા બધા વિકારોથી રાત્રિ પૂરી થતી નથી અને અંધકારમાં જીવન ચાલ્યું જાય છે. ત્યાગ લેવા છતાં પોતાના વિકારી સંસ્કારો નિશીથમાં જ રાખે છે. તેથી સમગ્ર શાસ્ત્ર આવી અંધારી રાતનું વિવરણ કરી જાગૃત થવાનો ઈશારો કરે છે. અસ્તુ.
આટલું અમે નિશીથ માટે કહી વિરમીએ છીએ. આ શાસ્ત્ર સંબંધી પણ ઘણું
શકાય જે સંપાદકો સ્વયં પ્રકાશિત કરશે તેવી આશા. આ શાસ્ત્રના વિવેચન કર્તા પ્રબુદ્ધ મર્મજ્ઞ અને તત્ત્વવેત્તા છે, વિદુષી રત્ના આગમના અર્થબોધનું જેઓએ લઢણ કર્યું છે તેવા લીલમબાઈ મહાસતીજી અને તેના કૃપાપાત્ર આરતીબાઈ મ., સુબોધિકાબાઈ મ. તથા પંડિતા સાધ્વીજી મહારાજો જે આ કાર્યમાં જોડાયેલા છે, તેઓનો ભગીરથ પ્રયાસ બધી રીતે અનુકૂળ થશે જ તેવી ભાવના રાખીએ છીએ.
આ પ્રસંગે વરસોથી શાસ્ત્ર પ્રકાશનમાં જોડાઈને આપ સૌએ જે શબ્દાતીત પુરુષાર્થ કર્યો છે, તે પ્રશંસાને પાત્ર છે. એટલું જ નહીં. પરંતુ આગામી સમયમાં સ્વર્ણ અક્ષરોએ અંકિત થઈ આપ સૌની યશગાથા ગવાશે તેમાં શંકા નથી. અમો આ અવસરે આપ સૌને અંતરના આશીર્વાદ પાઠવીએ છીએ અને આંતરિક પરમ હર્ષાનુભૂતિ કરી રહ્યા છીએ, તેનું લખાણ કરી શકાય તેમ નથી, મૌન ભાવે આપ સૌના મંગલની કામના કરીએ છીએ અને આ પવિત્ર કાર્યમાં અને શાસ્ત્ર સમાપ્તિના મંગળ અવસરે એક તલભાર પણ કલેશ ઊભો ન થાય તે માટે પુનઃ પુનઃ વીરપ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આટલું કહી ‘નિશીથ શાસ્ત્ર ઉપર જે બે શબ્દો લખ્યા છે. તેમાં ઓછું અધિક વિપરીત જરાપણ ઉલ્લેખ થયો હોય તો અરિહંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ ક્ષમા માંગી જ્ઞાન વિરાધનાથી આત્મા મુક્ત રહે તેની કામના કરીએ છીએ.
જયંત મુનિ પેટરબાર