________________
છેદ સૂત્રોની વિશેષતા અને તેના રહસ્યમય ભાવો આગમ દિવાકર પ. પૂ. જનકમુનિ મ. સા.
છેદ સૂત્રો એટલે જિંદગીના છિદ્રો(ભૂલો)ની સારવારનું સૂત્ર. સામાન્ય છિદ્રો તો પ્રતિક્રમણથી પુરાય છે. (ઉત્ત. સૂ., અધ્યયન–ર૯, સૂત્ર–૧૧) પણ કોઈ કઠિન છિદ્ર હોય તો તેને વિશેષ સારવાર દેવી પડે છે.
છિદ્રો ઊભા કરવાનું કામ તો ઉદય કર્મનું છે અને તેની સારવાર ક્ષયોપશમ ભાવની જાગૃતિ સિવાય શક્ય નથી. ક્ષયોપશમ ભાવની જાગૃતિ ધરાવનાર સાધક જ આ છેદ સૂત્રોનો સાચો અધિકારી છે. ઉદય કર્મથી ઘેરાયેલાં આત્માઓની પાસે જાય તો તે પોતાનું અને સહુનું અહિત કરી બેસે.
છેદ સૂત્રોમાં માત્ર ઉદય કર્મના યોગે ઊભા થયેલા છિદ્રોની સારવાર જ નથી, પરંતુ કર્મયોગે ઊભી થયેલી મુશ્કેલીઓનું અને તેના ઉકેલનું માર્ગદર્શન પણ છે.
આપણી કોઈપણ ભૂલ કે મુશ્કેલી હોય તેને સુધારવાને બદલે જો આગળ પાછળ નો વિચાર કર્યા વિના ‘તે વાત કે તે મુશ્કેલી અમે ભૂલી ગયા છીએ’, અગર તો તે વાતને કે તે ભૂલને દાટી દઈએ, તો તે આપણા ઔદાસીન્ય ભાવ આપણા ભવિષ્ય માટેની ખતરાની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે અને આગળ જતાં શરીર ઉપરનાં ગૂમડાની જેમ ફૂટી નીકળે છે.
અજ્ઞાનીઓનો સ્વભાવ ભૂલોને દાટી દેવાનો કે ભૂલો તરફ આંખ મીંચી જવાનો હોય છે, તેથી ભૂલનું પરિણામ થોડાં સમય માટે સંતાય જાય છે પણ છેલ્લે ઝનૂની સ્વરૂપ ધારણ કરીને જીવન ઉપર તૂટી પડે છે.
જિંદગીને ભયથી બચાવવા માટે જ છેદ સૂત્રો છે. જે ઉગરેલો હોય તે જ ઉગારી શકે’ માટે આચાર્યો, સ્થવિરો, ગીતાર્થો’ જ છેદ સૂત્રોના અધિકારી છે. તે અન્ય સહુને માટે નથી.
મન, વચન, કાયાની જે અનાદિની આદતો છે તેનું નામ અવ્રત અને અવ્રતથી ઉગારે તેનું નામ ચારિત્ર. દેશથી(શ્રાવક ધર્મ) કે સર્વથી(શ્રમણ ધર્મ), ગમે તે પ્રકારે સંયમનો સ્વીકાર કર્યો, પણ જે કષાયના(અપચ્ચક્ખાણાવરણીય, પચ્ચક્ખાણાવરણીય, કષાય મોહનીય કર્મની બીજી અને ત્રીજી ચોકડી) ક્ષયોપશમે રસ્તો કરી આપ્યો, તે પોતે જ આવરણથી યુક્ત છે. તે આવરણ જે કાંઈપણ છિદ્ર ઊભું કરે, તો તેને વ્યવસ્થિત
29