________________
આવી.
નિશીથ સુત્રમાં પણ આવી ઘણી આજ્ઞાઓ છે અને તે આજ્ઞાથી વિપરીત રીતે વર્તતા વ્યક્તિ સાથે સંપર્ક કરવાનો પ્રતિબંધ મૂકી, તેનો સંસર્ગ કરે તેને પ્રાયશ્ચિત્ત ફરમાવ્યું છે. સમગ્ર શાસ્ત્ર એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત વિધાન ફરમાવતું શાસ્ત્ર છે અને બધા વિધાન સાધકને અથવા ભિક્ષુકને ઘણા પ્રકારના નૈતિક દોષોથી પણ દૂર રાખે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે વસ્તુતઃ આ બધા આજ્ઞાસૂત્રો આધ્યત્મિક જીવન સાથે શું સંબંધ ધરાવે છે? આધ્યાત્મિક સાધનામાં વધારેમાં વધારે બાધક ભૌતિક તત્ત્વો હોય છે. મટિરિયાલિસ્ટિક વર્લ્ડ અને ભોગોના ચળકાટ જીવને આંજી દે છે. ભૌતિક પદાર્થોની આસક્તિ જીવને સંસારમાં રખડાવે છે. અધ્યાત્મ શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે પરમાં રમણ ન કર, સ્વ તત્ત્વમાં રમણ કરી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ થવા દે. ખરેખર ! અધ્યાત્મવાદીઓ એમ કહે છે કે “આત્માની ઓળખ કરો, પરંતુ આત્મ તત્ત્વ તો સ્વતઃ જાગૃત છે, સહજ પોતાની મેળે શુદ્ધ પર્યાયો ખીલી ઉઠે છે એટલે આત્માની પ્રાપ્તિ માટે કશું કરવાનું રહેતું નથી. કેવળ બાધક તત્ત્વોને દૂર કરવાના છે અને અનુકૂળ યોગ ઊભા કરવાના છે. “બીજમાં સ્વતઃ ઉગવાની–ખીલવાની અને ફળ આપવાની શક્તિ છે.”
તેનું ઉપાદાન સ્વતઃ પ્રબળ છે, પરંતુ બાધક તત્ત્વોને દૂર કરી ક્ષેત્ર વિશુદ્ધ કરી, ખેડૂત અનુકૂળ પાણીનો યોગ ઊભો કરે છે અને રખેવાળી કરે છે એટલે “બીજ” સ્વતઃ જ્ઞાનમય છે અને બીજી ઘણી વિશદ્ધ પર્યાયોને સ્વતઃ પ્રગટ કરનાર છે, બાધક તત્ત્વ ફક્ત ભૌતિકવાદ છે. ભૌતિક વસ્તુઓ, સાંસારિક અનુકુળતાઓ અને તે જ રીતે પ્રતિકૂળતાઓ ઉપાદાનને ફુરાયમાન થવાનો અવકાશ આપતું નથી. જેથી આ શાસ્ત્રોમાં લગભગ સામાન્ય ભૌતિક આસક્તિઓથી દૂર રહેવા માટે સંખ્યાબદ્ધ આજ્ઞાઓ ફરમાવી છે.
નિશીથ શાસ્ત્ર માટે “નિશીથ' શબ્દનો જે પ્રયોગ થયો છે તે ખરેખર ‘શક્તિ' અર્થમાં છે કે અન્યના બોધ માટે છે. તે કહેવું મુશ્કેલ છે. “નિશીથ' શબ્દનો ગ્રંથોમાં અને શબ્દકોષમાં જે પ્રયોગ થયેલો છે તેના આધારે રાત્રિ સંબંધી ક્રિયાઓના અનુકૂળ સમયને નિશીથ' કહેવામાં આવે છે. નિ:શરતે જના: યર્િ તત્ નિશીથ જેમાં આરામને અનુકૂળ સમયની સૂચના છે. કામ શાસ્ત્રોમાં #ામુ: વિવરત્તિ નિશિથ એવો ભાવ છે અર્થાત્ વાસના વાસિત જીવો નિશીથનો આશ્રય કરે છે. અહીં આપણે પ્રથમ અર્થને અંગીકાર કરશું કારણ કે આ ધર્મ રાત્રિમાં આરામ કરવો હોય તો બધા પ્રકારની કુચેષ્ટાઓ અને ભૌતિક પદાર્થોની આસક્તિથી મુક્ત બની ધ્યાનસ્થ થવા માટે અનુકૂળ શાસ્ત્ર હોવાથી બધા આજ્ઞા સૂત્રો એક પ્રકારની સમાધિનો જ ઇશારો કરે છે, ડગલે-પગલે
3
27
N
..