________________
અનુભવ કરે છે. જ્યારે અહીં કુસંસ્કારથી આક્રાંત થયેલો અને પ્રાયશ્ચિત્ત આપ્યા પછી, પણ સરખી રીતે પ્રાયશ્ચિત્તનું પાલન ન કરતો હોય અને આડી-અવળી પ્રણાલીઓને જાણી બુઝીને સ્પર્શ કરતો હોય તો તેવો સાધક સંપર્ક યોગ્ય નથી, તેમ ફરમાવ્યું છે, અસ્તુ...
નિશીથ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાલન કરવા યોગ્ય છે અને તેથી સાધક એક સ્વતંત્ર ધર્મશાસનનો સૈનિક હોય તે રીતે વિચરણ કરી શકે છે. ક્યાંય લેપાયમાન થતો નથી. મન, વચન અને કર્મથી સ્વસ્થ રહી પક્ષ ઉપર જ અભિયાન કરી શકે છે; ઉપરાંત આ આજ્ઞાઓનું પાલન ન કરવાથી જનસમૂહમાં સાધક માટે ઘણી જ શંકાઓ, દૂષિત કલ્પનાઓ અને કુચરિત્રના ખ્યાલો ઊભા થાય છે. જનસમૂહમાં શ્રમણની જે ઉજ્જવળ ખ્યાતિ છે અને જે અનુશાસન છે, તેમાં પણ ફરક પડે છે.
નિશીથની આ આજ્ઞાઓ ક્યારેક બહુ જ ઝીણવટ ભરી દષ્ટિથી વિચાર કરે છે અને સાધક પોતાના વચન ઉપર પૂર્ણ ધ્યાન રાખે, વચન પાલનમાં ફરક ન પડે તે માટે ખાસ આદેશ અપાય છે. આપણે અહીં એક ઉદાહરણ લઈએ, ગૃહસ્થને ત્યાંથી કોઈ પાઢીહારી વસ્તુ સાધુ લાવે, સવારે લાવ્યા હોય અને સાંજે પાછું આપીશ, તેમ કહ્યું હોય તે પ્રમાણે પાછું ન આપે અને બીજે દિવસે પાછું આપવા જાય તો આ સાધક દોષનો ભાગી બને છે.
તેનાથી વિપરીત કોઈ ભિખુ કે સાધુ ગૃહસ્થને ત્યાંથી પાઢીહારી ચીજ લાવ્યા હોય અને એમ કહે કે હું બીજે દિવસે પાછી આપીશ, પરંતુ ત્યારબાદ તે જ દિવસે જો પાછી આપવા જાય તો સાધુ દોષનો ભાગી બને છે. આ બંને આજ્ઞાઓથી તાત્પર્ય એ નીકળે છે કે- સાધકે વસ્તુ કેટલી વાપરી છે તેના કરતા સાધુ શું બોલ્યો છે ? અને બોલવા પ્રમાણે તે પાલન ન કરે, તો દોષનો ભાગી બને છે. શાસ્ત્રકાર સાધુની સત્યતાને અને પ્રમાણિકતાને વધારે મહત્વપૂર્ણ ગણે છે.
આ રીતે બીજા કેટલાક ઉદાહરણ જોઈ શકાય છે. જૈન સંસ્કૃતિ અને જૈન સાધુઓ તે સમયે મહંતોનો અથવા મોટા આશ્રમ બાંધીને ભોગ ઉપભોગ કરનારા ધર્મગુરુઓ સામે એક પ્રકારે પરોક્ષ ક્રાંતિ કરી રહ્યા હતા. જેમ કે– અગ્નિના મોટા ઘણા તપાવી સમારંભ કરતા, તે જ રીતે પાણીનો સમારંભ કરી નદીના કિનારે અને તળાવોમાં ઘણો સમય ક્ષેપ કરતા અને આમ જનતાનો ત્યાં સંસર્ગ થવાથી કેટલીક વિકૃતિ ઊભી થતી, જેથી જૈન તત્ત્વજ્ઞાનમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિના જે કાંઈ આરંભ સમારંભ થતા તેને હિંસાનું નિમિત્ત માની અટકાવી દેવામાં આવ્યા હતા. સચેત અચેતનો વિવેક રાખી જીવધારી એકેન્દ્રિય જીવોને પણ પીડા ન થાય તેની ખાસ આજ્ઞા ફરમાવવામાં
(
26
)