________________
**
ન પાળવાના દોષો પ્રત્યે ધ્યાન અપાયું છે. તેની સાથે કુચેષ્ટાઓ તથા કામવાસના સંબંધી દોષોનું વિવરણ કરી સાધકને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. ખરેખર ! આ બધા પાઠો એકાંતે સ્વાધ્યાય કરી મનને નિર્મળ રાખવા માટે છે. અસ્તુ.
અહીં આપણે એટલું જ કહેવાનું છે કે– આ બધી આજ્ઞા કંડિકાઓનું વર્ણન એક પ્રકારની બાહ્ય સાધનાને સમીચીન કરવા માટે બહુ જ ઉપકારી છે. બાહ્ય ક્રિયાઓની અશુદ્ધિ અને બાહ્ય ક્રિયાઓના દોષરૂપી ક્રિયાકલાપમાં સંશક્ત સાધક વસ્તુતઃ અકષાય ભાવોને પ્રાયઃ સ્પર્શી શકતો નથી અને આ બધી આજ્ઞાઓ કોઈ વ્યક્તિ વિશેષ માટે નથી હોતી પરંતુ હજારો વર્તમાન શ્રમણ-શ્રમણીઓ અને એ જ રીતે ભવિષ્યમાં દીક્ષિત થતા સાધક અને સાધિકાઓને નજર સામે રાખી શાસ્ત્રકારે આજ્ઞાઓનું સંકલન કર્યું છે અને તેમાં ય વળી પંચમકાળ જેવો વિષમકાળ દષ્ટિગત થતા સમયાનુકૂળ આવી આજ્ઞાઓ આવશ્યક બની રહે છે, વક્રતા અને જડતા બંને પ્રકારની પંચમકાળની બૌદ્ધિક અને સાંસ્કૃતિક નબળાઈ શાસ્ત્રકારોના ધ્યાનમાં છે. તદરૂપ આ આજ્ઞાસૂત્રો નિર્મિત થયા હોય તેવું જણાય છે.
નિશીથ સૂત્રના ૨૦ ઉદ્દેશોમાંથી, ૧૯ ઉદ્દેશકોમાં આહાર સંબંધી ગોચરી પ્રણાલીથી લઈને સાધકના નિવાસ, વિહાર, જે આચારહીન હોય તેની સાથે વ્યવહાર ન કરવાના, સાથે બેસીને આહાર ન કરવાના, સાથે ન ચાલવાના, તેને કોઈપણ પ્રકારનું આમંત્રણ નહીં આપવાના, તેની સાથે વાર્તાલાપ શુદ્ધા નહીં કરવાના ઘણા આજ્ઞા સૂત્રો છે, તેને જોતાં સ્પષ્ટ થાય છે કે– એક સખત અનુશાસન પદ્ધતિમાં પૂરો શ્રમણસંઘ કે પૂરોપૂરો શ્રમણી સંઘ, જેને ભિક્ષુ અને ભિક્ષુણી કહેવામાં આવ્યો છે, તેઓ તાલબદ્ધ રહી એક જ આજ્ઞામાં સંગઠિત રહી જૈન શાસનને અને શાસ્ત્રોને પૂરે પૂરા વફાદાર રહે તેવી સ્થવિર ભગવંતોની પ્રરૂપણા છે, આ રીતે ઢીલા પડેલા સાધકો સાથે મેળ થવાથી બીજી કડીઓ પણ ઢીલી ન પડે તે માટે શાસ્ત્ર સચેષ્ટ છે. જેમ એક સડેલો દાણો, સારા દાણા સાથે ભળે તો બીજા દાણાઓને પણ ક્ષતિ પહોંચે તે ન્યાય અહીં અપનાવવામાં આવ્યો છે.
જો કે આગમમાં પતિત થતાં સાધુને દરેક રીતે બચાવી લેવા માટે ફરમાન થયેલા છે અને આવા પ્રાયશ્ચિત્ત કે છંદ પ્રાયશ્ચિત્તવાળા સાધક સારા આચાર્ય ભગવંતોના માર્ગદર્શનમાં ચાલી પુનઃ સમ્યભાવને વરે તેવી અનુમોદના કરવામાં આવી છે, પરંતુ વિચારપૂર્વક જોતા લાગે છે કે– નિશીથ સૂત્રની આ વાત અન્ય શાસ્ત્રોના આદેશ સાથે ટકરાવ કરતી નથી, મીમાંસાની દષ્ટિએ બંને આજ્ઞાઓ અનુપાલનીય છે. પ્રથમ આજ્ઞામાં સાધક કુસંસ્કારી નથી, પરંતુ કોઈ નિમિત્તથી આચાર પાળવામાં અશક્તિનો
AB
25