________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જૈનાગમનાં અન્ય શાસ્ત્રોમાં આજ્ઞાસૂત્ર અને કેટલાક વર્ણન કરતા પદો તથા ધર્મકથાઓ જોવામાં આવે છે, પરંતુ જેના ઉપર આજે આપણે દષ્ટિપાત કરી રહ્યા છીએ તે “નિશીથ સુત્ર’ કોઈપણ જાતના કથાનક કે બીજા કોઈ જાતના વર્ણનથી રહિત, માત્ર આજ્ઞા સૂત્રથી ભરેલું શાસ્ત્ર છે. તેમાં લગાતાર વીસ ઉદ્દેશાઓમાં એક પછી એક સંખ્યાબંધ આજ્ઞાઓ ફરમાવી છે. આખેઆખું શાસ્ત્ર એક પ્રકારનું આજ્ઞા સૂત્ર જ છે. આજ્ઞાઓની માળાઓ ગૂંથવામાં આવી છે કે જેના કેટલાક સૂત્રોમાં પરસ્પર વિષયોનો સંબંધ છે અને કેટલાક સૂત્રો સીધી રીતે જ એકાએક વિષયાંતર કરે છે.
આજ્ઞા આપવાની પદ્ધતિ બે પ્રકારે હોય છે. જૈન શાસ્ત્રોની આજ્ઞાઓ લગભગ નિષેધાત્મક હોય છે. શું ન કરવું જોઈએ ઇત્યાદિ અને આજ્ઞા આપવાની બીજી શૈલી એ છે કે જો અમુક પ્રકારની ક્રિયા કરે તો સાધક દોષિત થાય છે અર્થાત્ તેને દોષ લાગે છે. ધર્મ આજ્ઞા નિષેધાત્મક હોય ત્યારે તેનો પ્રતિપક્ષ ભાવ અધાર્મિક હોય છે અને આ પ્રતિપક્ષ ભાવ એક પ્રકારની વિધેયાત્મક પાપ ક્રિયા છે. આ રીતની બે પદ્ધતિ જોઈ શકાય છે. (૧) એમ કહેવામાં આવે કે સાધકે અપશબ્દ બોલવા ન જોઈએ. આજ વાતને બીજી રીતે કહી શકાય છે કે (ર) ગાળ કે અપશબ્દ બોલનાર સાધુ-સાધ્વીને દોષ લાગે છે અને તેને અમુક પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ.
પ્રથમ શૈલીમાં સીધી રીતે નિષેધાત્મક આજ્ઞા છે અને બીજી શૈલીમાં વિધેય રૂપ દોષનો ઉલ્લેખ કરી તેને માટે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેમાં ‘તે કામ ન કરવું જોઈએ તેવો ભાવ પ્રગટ થાય છે.
આખું નિશીથ શાસ્ત્ર આવા બીજા પ્રકારના આજ્ઞા સૂત્રોથી ભરેલું છે, એક પછી એક નાના-મોટા સાધકને ન કરવા જેવા કાર્યની સૂચિ છે અને તે નિષિદ્ધ કાર્ય કરે તો તેને અમુક પ્રકારનાં પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થવાનું વિધાન છે.
ત્રણ છેદશાસ્ત્રની અને નિશીથ શાસ્ત્રની પૃષ્ઠભૂમિ એક સરખી છે. જે અમોએ ત્રણ છેદ શાસ્ત્રના આમુખમાં જણાવી છે. તેથી અહીં બહુ વધારે વિવરણ કર્યું નથી. આ શાસ્ત્રમાં પણ ગોચરીના દોષો, સાધન તરફ મોહ રાખવાના દોષો તથા પરિપૂર્ણ વચન