________________
૨૭૦
શ્રી નિશીથ સૂત્ર
ઓગણીસમો ઉદેશક
પરિચય HORRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૩૫ પ્રકારના લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે. યથા– ઔષધને માટે ક્રીત આદિ દોષ લગાડવા, વિશિષ્ટ ઔષધ ત્રણ માત્રાથી અધિક લાવવું, ઔષધને વિહારમાં સાથે રાખવું તથા ઔષધના પરિકર્મ સંબંધી દોષોનું સેવન કરવું, ચાર સંધ્યામાં સ્વાધ્યાય કરવો, કાલિક સૂત્રની ૯ ગાથા તેમજ દષ્ટિવાદની ૨૧ ગાથાઓથી વધારે પાઠનું અસ્વાધ્યાય કાળમાં ઉચ્ચારણ કરવું, ચાર મહોત્સવ તેમજ તેના પછીની ચાર મહા પ્રતિપદાના દિવસે સ્વાધ્યાય કરવો, કાલિક સૂત્રના સ્વાધ્યાય કરવાના ચાર પ્રહરોમાં સ્વાધ્યાય ન કરવો, ૩૨ પ્રકારના અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરવો, પોતાના શારીરિક અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરવો, સૂત્રોની વાચના આગમોક્ત ક્રમથી ન આપવી, આચારાંગ સૂત્રની વાચના પૂર્ણ કરાવ્યા વિના છેદ સૂત્ર કે દૃષ્ટિવાદની વાચના દેવી, અપાત્રને વાચના દેવી અને પાત્રને ન દેવી, અવ્યક્તને વાચના દેવી, અને વ્યક્તને વાચના ન દેવી, સમાન યોગ્યતાવાળાઓને વાચના આપવામાં પક્ષપાત કરવો, આચાર્ય-ઉપાધ્યાય પાસે વાચના લીધા વિના સ્વયં વાચના ગ્રહણ કરવી, મિથ્યાત્વ ભાવિત ગૃહસ્થ તેમજ અન્યતીર્થિકોને વાચના દેવી તેમજ તેની પાસેથી વાચના લેવી, પાર્શ્વસ્થાદિને વાચના દેવી, તેમજ તેના પાસેથી લેવી,
આ રીતે પ્રસ્તુત ઉદ્દેશકમાં પ્રાયઃ સ્વાધ્યાય અને વાચના આપવા સંબંધી પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે.