________________
૨૪
શ્રી નિશીથ સૂત્ર
વિવેચનઃ
નદી પાર કરાવતી નૌકા મોટી હોય, કિનારાથી દૂર લાંગરેલી હોય તો ત્યાં સુધી જવા માટે બીજી નાની નાવનો ઉપયોગ કરવો પડે તેને પ્રતિનાવ કહે છે અને તેના નાવિકને પ્રતિનાવિક કહે છે. સાધુ કિનારે રહેલા નાવિકને કહે કે “નદીના મધ્ય ભાગે બીજી નાવ છે ત્યાં સુધી તું મને લઈ જા.’’ આ રીતે સાધુ પ્રતિનાવિક કરીને નાવ પર ચડે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. જે નાવ કિનારાની સમીપમાં હોય અને આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ–૨, અધ્યયન–૩, ઉદ્દેશક–૧માં દર્શાવેલી વિધિ પ્રમાણે પગે ચાલી પહોંચી શકાય તેવી નાવમાં જવાથી પ્રાયશ્ચિત્ત આવતું નથી
ઊર્ધ્વ-અધોગામિની નૌકા ઃ
|११| जे भिक्खू उड्डगामिणिं वा णावं, अहोगामिणिं वा णावं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉર્ધ્વગામિની કે અધોગામિની નાવ ઉપર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સ્રોતની સન્મુખ જતી, સામા પ્રવાહમાં ચાલનારી નાવને ઊર્ધ્વગામિની નાવ કહે છે અર્થાત્ નદી જે પ્રદેશમાંથી વહેતી-વહેતી આવતી હોય તે પ્રદેશ તરફ જતી નાવ ઊર્ધ્વગામી કહેવાય છે. જલ પ્રવાહની સાથે ચાલનારી, પ્રવાહની દિશામાં જતી નાવ અધોગામિની નાવ કહેવાય છે. સાધુને ઊર્ધ્વગામિની કે અધોગામિની નાવમાં બેસવું કલ્પતું નથી. નદીને સપ્રયોજન નાવથી પાર કરવી હોય તો નદીના વિસ્તારને કાપી સામે કિનારે જાતી હોય તેવી તિર્યગ્ગામિની નૌકામાં જવું કલ્પે છે. આ., શ્રુ.-૨, અ.-૩, ઉ.–૧માં ઊર્ધ્વગામી—અધોગામી નૌકામાં જવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત વિધાન છે.
દીર્ઘ માર્ગ પાર કરનારી નૌકામાં વિહાર :
१२ जे भिक्खू परं जोयणवेलागामिणिं वा परं अद्धजोयणवेलागामिणि वा णावं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
જે
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી એક યોજનથી વધુ કે અર્ધયોજનથી વધુ પાણીમાં ચાલનારી નાવ ઉપર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
નદીનો વિસ્તાર(પટ) અલ્પ હોય પણ પાણીના પ્રવાહનો વેગ તીવ્ર હોય તો નૌકાને તિરછો લાંબો માર્ગ કાપવો પડે તેમ હોય અને તે માર્ગ યોજન કે અર્ધયોજનથી લાંબો થતો હોય તો તેવી નાવમાં, તેવા સમયે સાધુને જવું કલ્પતું નથી. જે નાવ એક યોજન કે અર્ધો યોજન પ્રમાણ ક્ષેત્ર નદીમાં ચાલીને સામે કિનારે પહોંચાડતી હોય તેવી નાવમાં જાય તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. નોયન...અનોયળવેલા નામિબિં :- યોજન અને અર્ધયોજન. સામાન્ય રીતે અર્ધોયોજનથી વધુ