________________
ઉદ્દેશક-૧૮
૨૫ ]
ચાલનારી નાવમાં જવું ન જોઈએ પરંતુ અત્યંત વિકટ પરિસ્થિતિમાં, અનિવાર્યપણે જવું જ પડે તો સાધુ એક યોજન ચાલનારી નાવમાં જઈ શકે છે પરંતુ યોજનથી વધુ પાણીમાં ચાલવું પડે તેવી નાવનો સાધુએ પૂર્ણતયા ત્યાગ કરવો જોઈએ. સામાન્ય પરિસ્થિતિમાં અર્ધયોજનથી વધુ ચાલનારી નાવમાં અને વિકટ પરિસ્થિતિમાં એક યોજનથી વધુ ચાલનારી નાવમાં સાધુ બેસે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. નૌકા સંબંધી કાર્યવાહી - १३ जे भिक्खू णावं उक्कसेइ वा वोक्कसेइ वा खेवेइ वा रज्जुए वा गहाय नाकसइ, उक्कसत वा वोक्कसत वा खेवत वा रज्जुए वा गहाय आकसंत वा સાગર | ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવને ઉપર તરફ(કિનારા તરફ) ખેંચે છે કે નીચે તરફ–પાણી તરફ નાવને ખેચે, લંગર નાંખી બાંધે કે દોરડાથી કસીને બાંધે, १४ जे भिक्खू णावं अलित्तएण वा पप्फिडएण वा वंसेण वा वलएण वा वाहेइ, वाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નાવને હલેસાથી, પાટિયાથી, વાંસડાથી, વળી ઉપકરણ વિશેષથી, નાવને ચલાવે કે ચલાવવાનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નૌકાને ચલાવવા સંબંધી કાર્યવાહીનું પ્રાયશ્ચિત્ત કથન છે.
નાવમાં બેઠા પછી નાવિકને સહાય કરવા નાવ સંબંધી કોઈપણ ક્રિયા સાધુને કરવી કલ્પતી નથી. આચારાંગ સૂત્રમાં નૌકા વિહારના વર્ણનમાં કહ્યું છે કે નાવમાં બેઠા પછી નાવિક નૌકા ચલાવવામાં મદદ કરવા માટે કહે તો પણ સાધુ તેનો સ્વીકાર ન કરે પરંતુ મૌન રહે. નાવને આગળ-પાછળ ખેંચવી, દોરડાથી બાંધવી, હલેસા મારવા ઇત્યાદિ ક્રિયાઓ કરે તો સુત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. નૌકામાં ભરાયેલા પાણી સંબંધી કાર્યવાહી:|१५ जे भिक्खू णावाओ उदगं भायणेण वा पडिग्गहणेण वा मत्तेण वा णावाउस्सिचणेण वा उस्सिचइ, उस्सिचत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી નાવમાંથી ભાજન દ્વારા, પાત્ર દ્વારા, માટીના પાત્ર દ્વારા કે નાવ ઉસિંચનક દ્વારા પાણી બહાર કાઢે કે કાઢનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू णावं उत्तिंगेण उदगं आसवमाणिं, उवरुवरिं वा कज्जलमाणिं पेहाए हत्थेण वा पाएण वा आसत्थपत्तेण वा कुसपत्तेण वा मट्टियाए वा चेलेण वा चेलकण्णेण वा पडिपिहेइ पडिपिहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવના છિદ્ર દ્વારા પાણીને અંદર આવતું જોઈને તથા ઉત્તરોત્તર આવતા