________________
ઉદ્દેશક-૧૮
૨૩
હોય, (૩) સુલભ ભિક્ષાવાળા ક્ષેત્રમાં જવું હોય, (૪) સ્થલ માર્ગ જીવોથી વ્યાપ્ત હોય, (૫) સ્થલ માર્ગમાં ચોર કે હિંસક પશુનો ભય હોય, (૬) રાજા દ્વારા નિષિદ્ધ ક્ષેત્રને પાર કરવું હોય ઇત્યાદિ કારણોસર નાવનો ઉપયોગ સકારણ અને આગમ વિહિત કહેવાય છે. શું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવતું નથી.
સપ્રયોજન નૌકા વિહારમાં પણ ક્રીતાદિ દોષ ન લાગે તેનો ખ્યાલ સાધુએ રાખવો જોઈએ. ક્રીતાદિ દોષયુક્ત નૌકામાં જવું કલ્પનીય નથી. નાવિક પોતાના ભક્તિ ભાવથી ભાડુ લીધા વિના લઈ જાય તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. નહીં તો ક્રીત, ઉધાર, વગેરે દોષોનું તે સૂત્રાનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે.
ઇચ્છા પૂર્તિ કરવા, ગ્રામાનુગ્રામ વિચરણ કરવા, તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરવા માટે નૌકા વિહાર કરવામાં આવે તો તે નિષ્કારણ કહેવાય છે. તેમાં નૌકા વિહારનું અને અપ્લાયના જીવોની વિરાધનાનું તેમ બંને પ્રકારે પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રવચન પ્રભાવના માટે પણ આગમમાં કે વ્યાખ્યાગ્રંથોમાં નૌકા વિહારનું વિધાન નથી. નૌકા વિહાર સંબંધી વિધિ-નિષેધનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ–ર, અધ્યયન–૩, ઉદ્દેશક–૧ અને રમાં સ્વયં સૂત્રકારે કર્યું છે.
નૌકા વિહારની પૂર્વ તૈયારી :
६ जे भिक्खू थलाओ णावं जले ओक्कसावेइ, ओक्कसावेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નાવને જમીન ઉપરથી પાણીમાં ઉતરાવે કે ઉતરાવનારનું અનુમોદન કરે, ७ जे भिक्खू जलाओ णावं थले उक्कसावेइ, उक्कसावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવને પાણીમાંથી જમીન ઉપર રખાવે કે રખાવનારનું અનુમોદન કરે, ८ जे भिक्खू पुण्णं णावं उस्सिचावेइ, उस्सिचावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાણીથી પૂર્ણ ભરેલી નાવને ખાલી કરાવે કે ખાલી કરાવનારનું અનુમોદન કરે, ९ जे भिक्खू सण्णं णावं उप्पिलावेइ, उप्पिलावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કીચડમાં ફસાયેલી નાવને બહાર કઢાવે કે કઢાવનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ સપ્રયોજન નૌકા વિહાર કરે, ત્યારે તો અન્ય યાત્રિકો માટે પૂર્વ તૈયારી પૂર્ણપણે થઈ ગઈ હોય તેવી નાવમાં વિધિપૂર્વક બેસે, પરંતુ સાધુ નાવને જમીન પરથી પાણીમાં અને પાણીમાંથી જમીન પર લેવડાવે નહીં, નાવને કીચડમાંથી બહાર કઢાવે નહીં કે પાણીમાંથી બહાર કાઢી સાફ કરાવે નહીં. તેવી કોઈ પ્રવૃત્તિ કરે તો તેમાં જીવવિરાધના થતી હોવાથી તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
પ્રતિનાવિક કરીને નૌકા વિહાર :
१० जे भिक्खू पडिणावियं कट्टु णावाइ दुरुहइ, दुरुहंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રતિનાવિક કરીને અર્થાત્ અન્ય નાવનો ઉપયોગ કરીને નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.