________________
૨૨
શ્રી નિશીથ સૂત્ર
અઢારમો ઉદ્દેશક E/Z//ż ૦૩ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન /E||||
નૌકા વિહાર -
१ जे भिक्खू अट्ठाए णावं दुरुइह दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્પ્રયોજન નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
२ जे भिक्खू णावं किणइ, किणावेइ, कीयं आहट्टु देज्जमाणं दुरुइह, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવ ખરીદે, ખરીદાવે, ખરીદીને લાવી અપાતી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
३ जे भिक्खू णावं पामिच्चइ, पामिच्चावेइ, पामिच्चं आहट्टु देज्जमाणं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :-g સાધુ કે સાધ્વી નાવ ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લાવીને અપાતી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू णावं परियट्टेइ, परियट्टावेइ, परियट्टं आहट्टु देज्जमाणं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નાવની અદલા-બદલી કરે, અદલા-બદલી કરાવે, અદલા-બદલી કરીને અપાતી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
जे भिक्खू णावं आच्छेज्जं, अणिसिट्ठ, अभिहडं आहट्टु देज्जमाणं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી છીનવીને લીધેલી, થોડા સમય માટે લાવીને આપેલી અને સામેથી લાવેલી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ અપ્લાયની વિરાધનાના પૂર્ણપણે ત્યાગી હોય છે, તેથી તેમના માટે નૌકા વિહાર કલ્પનીય નથી. આચારાંગ, બૃહત્કલ્પ, દશાશ્રુત સ્કંધ સૂત્રમાં આપવાદિક રૂપે, પ્રયોજન વિશેષથી નૌકા વિહારનું વિધાન છે. અપવાદનું સેવન, સેવનની સીમા અને પ્રાયશ્ચિત્તનું નિર્ધારણ ગીતાર્થ મુનિ કરી શકે છે. અપવાદ માર્ગે નૌકા વિહારના કારણો ઃ– (૧) કલ્પ મર્યાદાનું પાલન કરવું હોય, (૨) સેવા અર્થે જવું
-