________________
પ્રાથને
[ ૨૧]
અઢારમો ઉદ્દેશક પરિચય છROCRORRORDROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૭૩ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
અત્યાવશ્યક પ્રયોજન વિના નૌકા વિહાર કરવો, દીતાદી દોષયુક્ત નૌકામાં ચઢવું, નૌકામાં ચઢવાને માટે નાવને જળથી સ્થળમાં, સ્થળથી જળમાં મંગાવવી, કીચડમાંથી કઢાવવી કે નાવમાં ભરેલાં જળને ઉલેચાવવા, નૌકા સુધી જવાને માટે બીજી નૌકા આદિ કરવી, અનુસ્રોત કે પ્રતિસ્રોતમાં જનારી નૌકામાં જવું, અર્ધ યોજના કે એક યોજનથી અધિક લાંબો માર્ગ પાર કરનારી નૌકામાં જવું, નૌકા ચલાવવી કે તેમાં સહાયતા કરવી, નૌકામાં ભરાતા જળને બહાર ઉલેચવું, નૌકાના છિદ્રને બંધ કરવું, નૌકા વિહારના પ્રસંગમાં સ્થળ, જળ, કીચડ કે નાવમાં આહાર ગ્રહણ કરવો, વસ્ત્ર સંબંધી ૪૧ દોષોનું સેવન કરવું ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકમાં વસ્ત્ર તેમજ નૌકા આ બે વિષયોનું પ્રાયશ્ચિત્ત કથન છે, તે જ આ ઉદ્દેશકની વિશેષતા છે.