________________
૨૫૪
શ્રી નિશીથ સૂત્ર
સચિત્ત પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ ઃ
२२ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुढविपइट्ठियं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી પર રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२३ | जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा आउपइट्ठियं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણી ઉપર રાખેલા આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा तेउपइट्ठियं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત અગ્નિ ઉપર રાખેલા આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा वणप्फइपइट्ठियं पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત વનસ્પતિ પર રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વી વગેરે સચિત્ત પદાર્થ પર રાખેલા આહારને ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે. સાધુને સચિત્ત મીઠું, માટી, સચિત્ત પાણી કે પાણીના વાસણ, અંગારા, ચૂલા તથા લીલું ઘાસ, શાકભાજી આદિ ઉપર ખાધ પદાર્થ હોય તો તેમાંથી આહાર લેવો કલ્પતો નથી.
આચા., શ્રુત.-૨, અ.-૧, ઉ.-૭, સૂ-૪ માં પૃથ્વીકાય આદિ ઉપર રાખેલા આહારને લેવાનો નિષેધ છે અને અહીં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિક્ષિપ્ત દોષયુક્ત આહાર લેવાથી એકેન્દ્રિય જીવોની વિરાધના થાય છે. અનંતર નિક્ષિપ્તનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત છે અને પરંપર નિક્ષિપ્તનું ભાષ્યમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેમજ જો અનંતકાય પર નિક્ષિપ્ત આહાર હોય તો તેને ગ્રહણ કરવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અહીં નિક્ષિપ્ત દોષનું પ્રાયશ્ચિત્ત વિધાન છે, તે જ રીતે એષણાના ‘પિહિત’ દોષનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી સમજી લેવું જોઈએ અર્થાત્ ખાદ્ય પદાર્થ પર રાખેલા સચિત્ત પદાર્થને હટાવીને અપાતો આહાર ગ્રહણ કરવામાં પિહિત દોષ લાગે છે અને તેનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી પ્રાપ્ત થાય છે, તેમ સમજવું.
સંસ્કૃષ્ટ દોષનું કથન આ સૂત્રમાં કે એષણા દોષોમાં પણ ક્યાંય નથી, તોપણ તેમાં પૃથ્વીકાય આદિની વિરાધના થતી હોવાથી પિહિત દોષની સમાન સચિત્તથી સંસ્કૃષ્ટ—સ્પર્શેલો આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી સમજી લેવું જોઈએ.