________________
ઉદ્દેશક-૧૭
૨૫૫
આચારાંગ સૂત્રની ટીકામાં નિક્ષિપ્ત દોષના નિષેધથી એષણાના દસ દોષનો નિષેધ સમજી લેવાનું કથન કર્યું છે, કારણ કે તે સર્વ દોષ, આહાર ગ્રહણ કરવાના સમયે પૃથ્વી આદિ વિરાધનાથી સંબંધિત છે. માટે તે દસ દોષોનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી સમજી શકાય છે.
ઠંડા કરીને અપાતા આહારનું ગ્રહણ –
२६ जे भिक्खू अच्चुसिणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा सुप्पेण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा फुमित्ता वीइत्ता आहट्टु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અત્યંત ગરમ અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ આહાર (૧) સૂપડાથી (૨) પંખાથી (૩) તાડપત્રથી (૪) ખજૂરી આદિના પાંદાડાથી (પ) પત્રના ટૂકડાથી (૬) શાખાથી (૭) શાખાના ટુકડાથી (૮) મોરના પીંછાથી (૯) મોરપીંછના પંખાથી (૧૦) વસ્ત્રથી (૧૧) વસ્ત્રના છેડાથી (૧૨) હાથથી કે મોઢાથી ફૂંક મારીને કે પંખા આદિ દ્વારા હવા નાંખીને ઠંડા કરીને અપાતા હોય, તેને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુતમાં ગરમ આહારને પંખાદિથી હવા નાંખી, ઠંડા કરીને આપવામાં આવતા આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અત્યંત ગરમ પદાર્થમાંથી નીકળતી વરાળથી તથા પંખા આદિથી હવા નાંખવાથી વાયુકાયના જીવોની વિરાધના થાય છે તથા સંપાતિમ(ઉડતા) ક્ષુદ્ર જંતુઓની પણ વિરાધના થવી સંભવે છે. આ પ્રમાણે વાયુકાયની વિરાધના કરીને શીતલ કરવામાં આવેલા આહાર–પાણી લેવા ભિક્ષુને કલ્પતા નથી, તેમ આચા. સૂત્ર, શ્રુ.-૨, અ.—૧, ઉ.–૭, સૂ–માં તથા દશ., અ.-૪માં કહ્યું છે અને પ્રસ્તુત સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કથન છે.
પહોળાં વાસણમાં ગરમ આહારાદિ નાંખીને થોડીકવાર રાખીને ઠંડો કરીને આપે તો પરિસ્થિતિવશ તે આહારાદિ લઈ શકાય છે, પરંતુ તેમાં પણ સંપાતિમ ઉડતાં જંતુ ન પડે તેનો વિવેક રાખવો આવશ્યક છે.
અહીં અનેક પ્રતિઓમાં ગરમ આહાર-પાણી સંબંધી પ્રાયશ્ચિત્તના બે સૂત્ર મળે છે, પરંતુ ભાષ્ય તેમજ ચૂર્ણિમાં એક જ સૂત્રની વ્યાખ્યા કરીને વિષય પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમજ આચારાંગ સૂત્રમાં પણ એક જ સૂત્ર છે, તેથી પ્રસ્તુતમાં એક જ સૂત્ર ગ્રહણ કયું છે.
તત્કાલના ધોવણ પાણીનું ગ્રહણ ઃ
२७ जे भिक्खू - उस्सेइमं वा संसेइमं वा चाउलोदगं वा वारोदगं वा तिलोदगं वा तुसोदगं वा जवोदगं वा आयामं वा सोवीरं वा अंबकजियं वा सुद्धवियडं वा; अहुणाधोयं अणंबिलं अवोक्कतं अपरिणयं अविद्धत्थं पडिग्गाहेइ, पडिग्गार्हेत वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી (૧) ઉત્સ્વદિમ–લોટવાળા હાથ, ચમચા વગેરેનું ધોયેલું પાણી (૨)