________________
ઉદ્દેશક-૧૭
૨૫૩
કોઠીમાં રહેલા આહારનું ગ્રહણ ઃ
| २० जे भिक्खू कोट्ठियाउत्तं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उक्कुज्जिय णिक्कुज्जिय ओहरिय देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કોઠીમાં રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ઊંચા થઈને કે નીચા નમીને બહાર કાઢીને અપાતા આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
માટી, છાણ, પથ્થર કે ધાતુ આદિની કોઠી હોય છે. તે ઊંડી હોવાથી તેમાંથી આહારાદિ કાઢવામાં મુશ્કેલી પડે છે. કોઠીમાં રહેલા આહારને કાઢવા માટે ઊંચા-નીચા થવા જેવી કષ્ટદાયી ક્રિયા કરવી પડે છે, તેથી આચા., શ્રુ.-૨, ઉ.–૭માં કોઠીમાંથી અશનાદિ કાઢીને ગૃહસ્થ આપે તો તે લેવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આચારાંગમાં આ દોષને માલોપહૃત દોષ અને ટીકામાં તેને તિર્યક્ માલોપહૃત દોષ ગણ્યો છે.
ઉદ્ભિન્ન દોષયુક્ત આહારનું ગ્રહણ ઃ
२१ जे भिक्खू मट्टिओलित्तं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उब्भिदिय णिभिदिय देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માટીથી લિપ્ત અર્થાત્ બંધ કરેલા મુખવાળા વાસણમાં રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને, તે લેપ તોડીને(વાસણના મુખને ખોલીને) ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
मट्टिओलित्तं :- આ શબ્દથી અહીં ઉદ્ગમના ઉદ્ભિન્ન દોષનું કથન કર્યું છે. આચા., શ્રુ.-ર, અ.-૧, ઉ.-૭, સૂ.-૩ તથા દશ. સૂત્ર, અ.-૫, ઉ.–૧માં ઉદ્ભિન્ન દોષયુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
આ સૂત્રમાં માત્ર માટીથી લિપ્ત બંધ કરેલા અશનાદિ આહારને ગ્રહણ કરવાના પ્રાયશ્ચિત્તનું કથન છે, પરંતુ ઉપલક્ષણથી અનેક પ્રકારના ઢાંકણ કે લેપથી બંધ કરેલા આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. ભારે પદાર્થ કે વાસણથી, માટી કે વનસ્પતિથી, લાખાદિથી અથવા લોખંડ વગેરેના ઢાંકણથી શીલબંધ કરેલા આહારને તે ઢાંકણ કે શીલ ખોલીને આપવામાં આવે અને સાધુ ગ્રહણ કરે તોપણ આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
સામાન્ય ઢાંકણા ને ખોલવામાં કે બંધ કરવામાં કોઈ વિરાધના ન થાય તથા સહજતાથી ખોલી કે બંધ કરી શકાય તેવા વાસણને ખોલીને આપવામાં આવતો આહાર ગ્રહણ કરવામાં પ્રાયશ્ચિત્ત આવતું નથી. ભારે ઢાંકણ ખોલવામાં, ઉઘાડવામાં દાતાને કષ્ટનો અનુભવ થાય અને પુનઃ બંધ કરવામાં જીવ વિરાધનાની સંભાવના હોય છે, તેથી તે પ્રાયશ્ચિત્તનું કારણ બને છે.