________________
ર૫૦ ]
શ્રી નિશીથ સૂત્ર
સંખ્યામાં અન્ય પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. અહીં ચૂર્ણિ પ્રમાણે ક્રમ માન્ય રાખ્યો છે. સર્વ પ્રતોની માળાઓને ગ્રહણ કરતાં ૧૬ પ્રકારની માળાઓ થાય છે. પ્રસ્તુતમાં તે સોળ પ્રકારની માળાઓનું કથન છે.
માળાનું નિર્માણ કે ધારણ કરવામાં સ્વ-પરને મોહનો ઉદય થાય, માળા બનાવવા કે ધારણ કરવામાં સમયનો વ્યય થાય અને સૂત્રાર્થના પઠન-પાઠનનું સમય રહે નહીં, લોકમાં નિંદા થાય, શાસનની અવહેલના થાય અને તેમાં કુતૂહલ વૃત્તિની પ્રધાનતા હોવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તોહણ- કડા. સુત્ર છ થી આઠમાં વિવિધ પ્રકારના ધાતુના કડા નિર્માણ કરવાનું વર્ણન છે, તે કડા બનાવવામાં અનેક દોષો લાગે છે.
લોખંડાદિ ધાતુને ગરમ કરવા ધમણ દ્વારા અગ્નિ પ્રગટ કરવો પડે, વાયુને પ્રેરિત કરવો પડે, તેમાં કરવામાં છ કાય જીવની અને સંયમની વિરાધના થાય છે. માટે સાધુ કડાઓ કે તેના માટે તાર બનાવે નહિ કે ધારણ કરે નહિ. હાળિ- હાર. સુ. નવથી અગિયારમા સૂત્રમાં વિવિધ પ્રકારના આભૂષણોનું કથન છે. પ્રતોમાં આ શબ્દોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. આચારાંગ સૂત્ર, શ્ર.-૨, અ.–૧૩માં તથા શ્ર.-૨, અ.-૧૫માં, આ વિષય સંબંધી સર્વ પ્રથમ “હાર’ શબ્દ છે, તેથી પ્રસ્તુત સંસ્કરણમાં તે જ ક્રમ સ્વીકાર્યો છે માજિ...આભારવિત્તિ :- ચર્મમયવસ્ત્ર.. અનેક આભરણયુક્ત વસ્ત્ર. આ પ્રાયશ્ચિત્ત સૂત્રોમાં અનેક પ્રકારના બહુમૂલ્ય વિવિધ પ્રકારના વસ્ત્રોનું વર્ણન છે. આચા. શ્ર.-૨, અ.–૫, ઉ.–૧માં બહુમૂલ્ય અને ચર્મમય વસ્ત્રનો નિષેધ છે. અહીં આચારાંગ તથા ચૂર્ણિ સંમત આ સૂત્રપાઠ રાખ્યો છે. અન્ય પ્રતોમાં આ સૂત્રોના શબ્દ તથા ક્રમમાં ફેરફાર છે. અન્ય પ્રતોમાં કેટલાક શબ્દો વધુ છે, તે આ પ્રમાણે છે– ગાળા ૨પ- ચર્મનિર્મિત મોટું વસ્ત્ર, વોયરા, વોયર પાડા- કોયર દેશમાં નિષ્પન્ન વસ્ત્ર તથા મોટું વસ્ત્ર, સામાપિ - શ્યામમૃગ ચર્મ, મહામણિ – મહાશ્યામ મૃગ ચર્મ, કટ્ટર - ઊંટ ચર્મ, ૩૬ને સાળિ – ઊંટચર્મ નિર્મિત વસ્ત્ર, પતવાનિ - વાનર ચર્મ.
આ સૂત્રમાં બહુમૂલ્ય તથા ચર્મમય વસ્ત્રના કેટલાક નામ આપ્યા છે. દેશ-કાળ પ્રમાણે તેમાં ફેરફાર થયા કરે છે માટે આ સૂત્ર દ્વારા જે દેશ તથા જે કાળમાં જે વસ્ત્ર બહુમૂલ્ય હોય તેનું તથા સર્વ પ્રકારના ચર્મમય વસ્ત્રોનું ગ્રહણ થઈ જાય છે અને તેવા વસ્ત્ર સાધુએ ધારણ કરવા યોગ્ય નથી. બહુમૂલ્ય તથા ચર્મમય વસ્ત્રના દોષો :- બહુમૂલ્ય વસ્ત્ર અનેક પ્રકારના આરંભ-સમારંભથી ઉત્પન્ન થાય છે. તેના ઉત્પાદનમાં ત્રસ અને સ્થાવર જીવોની વિરાધના થાય છે. ચર્મ વગેરેની વધુ માંગ હોય તો પ્રાણીઓને મારવામાં આવે.
તે વસ્ત્ર બનાવવા યંત્રોનો ઉપયોગ કરવો પડે અને તેમાં છકાય જીવની વિરાધના થાય. બહુમૂલ્ય વસ્ત્ર પર મૂછભાવ ઉત્પન્ન થવાની સંભાવના છે અને તેનાથી કર્મબંધ થાય, ચોરાય જવાનો ભય રહે છે, માટે બહુમૂલ્ય તથા ચર્મમય વસ્ત્ર સાધુ બનાવે નહિ, ધારણ કરે નહિ. આ પ્રવૃત્તિઓમાં કુતૂહલવૃત્તિ હોવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. માળા-આભૂષણ વગેરે ધારણ કરવાથી વેષવિપર્યાસ થાય છે, તેથી લોકનિંદા થાય છે. તે પદાર્થોની પ્રાપ્તિ અને તેને રાખવામાં અનેક દોષોની સંભાવના છે, તેથી તે પ્રવૃત્તિઓ અનાચરણીય છે.
આ ત્રણ સૂત્રમાં રે, કરે અને ઉપર આ ત્રણ ક્રિયાપદનો પ્રયોગ થયો છે. તેનો અર્થ ક્રમશઃ બનાવવું, પાસે રાખવું અને પહેરવું તેમ થાય છે. પ્રતોમાં પણ ક્રિયાના સ્થાને પરિભંગક્રિયાનો