________________
ઉદ્દેશક-૧૭
૨૪૯ |
पावाराणि वा उद्दाणि वा पेसाणि वा पेसलेसाणि वा किण्ह-मिगाईणगाणि वा णीलमिगाईणगाणि वा गोरमिगाईणगाणि वा कणगाणि वा कणगकताणि वा कणगपट्टाणि वा कणगखचियाणि वा कणगफुसियाणि वा वग्घाणि वा विवग्घाणि वा आभरणचित्ताणि वा आभरणविचित्ताणि वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કુતૂહલ વશ- (૧) ચર્મ નિષ્પન વસ્ત્ર (૨) સૂક્ષ્મ વસ્ત્ર (૩) સૂક્ષ્મ સુશોભિત વસ્ત્ર (૪) ઘેટાના રોમથી નિષ્પન, (૫) ઇન્દ્રવર્ણી કપાસથી નિપ્પન વસ્ત્ર (૬) સામાન્ય કપાસથી નિપ્પન સુતરાઉ વસ્ત્ર (૭) ગૌડદેશ પ્રસિદ્ધ દુગુલ વૃક્ષના કપાસથી નિષ્પન્ન વસ્ત્ર (૮) તિરીડ વૃક્ષ નિષ્પન વસ્ત્ર (૯) મલયગિરિના ચંદનપત્ર નિષ્પન્ન વસ્ત્ર (૧૦) બારીક તંતુઓથી નિષ્પન્ન વસ્ત્ર (૧૧) દુગુલ વૃક્ષના આત્યંતર અંશથી નિષ્પન્ન વસ્ત્ર (૧૨) ચીનાંશુ (૧૩) વિદેશમાં રંગાયેલું વસ્ત્ર (૧૪) રોમ દેશ નિષ્પન વસ્ત્ર (૧૫) ચાલવાથી અવાજ થાય તેવું વસ્ત્ર (૧૬) સ્ફટિક જેવું સ્વચ્છ વસ્ત્ર (૧૭) કોતવો (૧૮) કંબલ (૧૯) કંબલ વિશેષ (૨૦) સિંધુ દેશના મત્સ્યના ચર્મથી નિષ્પન વસ્ત્ર (૨૧) સિંધુ દેશના સૂક્ષ્મ ચર્મ- વાળા પશુના ચર્મથી નિષ્પન્ન વસ્ત્ર, (૨૨) પશ્મીનો વસ્ત્ર, (૨૩) કૃષ્ણ મૃગ ચર્મ (૨૪) નીલ મૃગ ચર્મ (૨૫) ગૌર વર્ણ યુક્ત મૃગ ચર્મ (૨૬) સોનેરી વસ્ત્ર (૨૭) સુવર્ણની કિનારીવાળું વસ્ત્ર (૨૮) સુવર્ણમય પટ્ટાવાળું વસ્ત્ર (૨૯) સુવર્ણના તારવાળું વસ્ત્ર (૩૦) સુવર્ણના ફૂલ ભરેલું વસ્ત્ર (૩૯) વ્યાઘચર્મ (૩૨) ચિત્તાનું ચર્મ અને (૩૩) એક આભરણ યુક્ત વસ્ત્ર (૩૪) અનેક આભરણ યુક્ત વસ્ત્ર બનાવે કે બનાવનારનું અનુમોદન કરે. |१३ जे भिक्खू कोउहल्ल-पडियाए आईणाणि वा जाव आभरणविचित्ताणि वा धरेइ, धरेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કુતૂહલ વશ બની ચર્મ નિષ્પન વસ્ત્ર થાવ અનેક આભરણ યુક્ત વસ્ત્ર રાખે કે રાખનાનારનું અનુમોદન કરે, |१४ जे भिक्खू कोउहल्ल-वडियाए आईणाणि वा जाव आभरणविचित्ताणि वा पिणद्धेइ, पिणखेंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી કુતૂહલ વશ બની ચર્મ નિપ્પન વસ્ત્ર ધાવતુ અનેક આભરણ યુક્ત વસ્ત્ર પહેરે કે પહેરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કુતૂહલ, હાસ્યાદિને વશ સાધુ વિવિધ પ્રવૃત્તિઓ કરે, તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
કુતૂહલવૃત્તિ અનેક અનર્થોનું સર્જન કરે છે, તેથી સાધુએ કુતૂહલ વૃત્તિથી રહિત તથા ગંભીર સ્વભાવવાળું થવું જોઈએ. તેણે કુતૂહલ વૃત્તિવાળાનો સંગ પણ ન કરવો જોઈએ. સાધુ કુતૂહલને વશ થઈને સૂત્રોક્ત પ્રવૃત્તિઓ કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર–૧ અને રનું સંપૂર્ણ વિવેચન બારમાં ઉદ્દેશક પ્રમાણે સમજવું. મતિયઃ- માળા. સૂત્ર ૩થી પમાં વિવિધ પ્રકારની માળાઓનું વર્ણન છે. આ સૂત્રના શબ્દોના ક્રમ અને