________________
ઉદ્દેશક-૧૭
પાઠ જોવા મળે છે. ચૂર્ણિકારે પિળજ્ઞેફ ક્રિયાનો સ્વીકાર કરીને જ વ્યાખ્યા કરી છે, તેથી અહીં પિળ દેરૂ ક્રિયાનો જ સ્વીકાર કર્યો છે.
૨૫૧
મૂળ પાઠમાં
ગૃહસ્થ દ્વારા શરીર પરિકર્મ :
१५ जा णिग्गंथी णिग्गंथस्स पाए अण्णउत्थिएण वा गारत्थिएण वा आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा आमज्जावेंतं वा पमज्जावेतं वा साइज्जइ । एवं तइय उद्देसगगमेण णेयव्वं जाव जा णिग्गंथी णिग्गंथस्स गामाणुगामं दूइज्जमाणस्स अण्णउत्थिएण वा गारत्थिएण वा सीसदुवारियं कारावेइ, कारावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધ્વી, સાધુના પગોને અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે એકવાર કે વારંવાર આમર્જન કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. આ રીતે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે કહેવું યાવત્ જે નિગ્રંથી ગ્રામાનુગ્રામ જતાં નિગ્રંથના મસ્તકને અન્યતીર્થિક કે ગૃહસ્થ દ્વારા ઢંકાવે કે ઢંકાવનારનું અનુમોદન કરે,
१६ जेग्गिंथे णिग्गंथीए पाए अण्णउत्थिएण वा गारत्थिएण वा आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा आमज्जावैतं वा पमज्जावेतं वा साइज्जइ । एवं तइय उद्देगगमेण णेयव्वं जाव. जे णिग्गंथे णिग्गंधीए गामाणुगामं दुइज्जमाणीए अण्णउत्थिए वा गारत्थिएण वा सीसदुवारियं कारावेइ, कारावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ, સાધ્વીના પગને અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે એકવાર કે વારંવાર આમર્જન કરાવે કે કરાવનારનું અનુમોદન કરે.આ રીતે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે કહેવું યાવત્ જે નિગ્રંથ ગ્રામાનુગ્રામ જતાં નિગ્રંથીના મસ્તકને અન્યતીર્થિક કે ગૃહસ્થ દ્વારા ઢંકાવે કે ઢંકાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ સ્વયં પોતાનું શરીર પરિકર્મ કાર્ય ગૃહસ્થ પાસે કરાવે તો તે સંબંધી પ્રાયશ્ચિત્ત પંદરમા ઉદ્દેશકમાં કહ્યું છે જ્યારે આ સૂત્રોમાં સાધુ સાધ્વીના અથવા સાધ્વી સાધુના શરીરનું પરિકર્મ કાર્ય ગૃહસ્થ પાસે કરાવે તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ત્રીજા ઉદ્દેશક પ્રમાણે ૫૪ પ્રાયશ્ચિત્ત સ્થાન સમજવા.
સદશ આચારવાળા સાધુ-સાધ્વીને સ્થાન ન આપવું:
१७ जे णिग्गंथे णिग्गंथस्स सरिसगस्स अंते ओवासे संते, ओवासं ण देइ, ण देतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ સમાન આચારવાળા અન્ય સાધુને, પોતાના ઉપાશ્રયમાં (જગ્યા) સ્થાન હોવા છતાં રહેવા માટે સ્થાન ન આપે કે ન આપનારનું અનુમોદન કરે,
१८ जाणिग्गंथी णिग्गंथीए सरिसियाए अंते ओवासे संते, ओवासं ण देइ, ण देतं वा साइज्जइ ।