________________
ઉદ્દેશક-૧૬
[ ૨૪૫]
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ઘીમેલ લાગેલા કાષ્ઠ પર તથા ઈડા યુક્ત યાવત્ કરોળિયાના જાળ -પડ યુક્ત પૃથ્વી પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू थूणंसि वा गिहेलुयंसि वा उसुयालंसि वा कामजलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले उच्चार-पासवणं परिढुवेइ, परिदृवेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દુર્બદ્ધ–સારી રીતે બાંધેલા ન હોય, દુર્નિક્ષિપ્ત–સારી રીતે ખોડેલા ન હોય, અનિષ્કપ–સ્થિર ન હોય, ડગમગતા સ્તંભ પર, દરવાજા પર, ખાંડણિયા, સ્નાનના બાજોઠ પર ઉચ્ચાર- પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, ४९ जे भिक्खू कुलियंसि वा भित्तिसि वा सिलसि वा लेलुंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દુર્બદ્ધ, દુનિક્ષિપ્ત, અનિષ્કપ કે ડગમગતી માટીની દિવાલ, ઈટની ભીંત, શિલા કે શિલાખંડ ઉપર તથા તેવા અન્ય કોઈપણ પ્રકારના અંતરિક્ષ–આકાશમાં ઊંચા સ્થાનો પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू खंधसि वा जाव हम्मियतलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि, दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकपे, चलाचले उच्चास्पासवणं परिढुवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દુર્બદ્ધ, દુર્નિક્ષિપ્ત, અનિષ્કપ અથવા ડગમગતા થાંભલા યાવત્ હવેલીની છત તથા તેવા કોઈપણ અંતરિક્ષ જાત સ્થાન પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત આવે છે.
આ ઉદ્દેશકમાં વર્ણિત ૫૦ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રોમાં સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય તેવા સ્થાનો પર ઉચ્ચાર-પ્રસવણના પરિત્યાગનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. અહીં અગિયાર સૂત્રોમાં તે–તે સ્થાનોમાં ઉચ્ચારાદિના ત્યાગનું અને ત્રીજા અને પંદરમા ઉદ્દેશકમાં ઉચ્ચાર માત્રક દ્વારા પરઠવાનું કથન છે, તેમ પ્રસંગાનુસાર સમજી લેવું જોઈએ. પરઠવા સંબંધી સર્વવક્તવ્યતા આચા.શ્ર.-૨, અ.-૧૦ તથા ત્રીજા અને પંદરમાં ઉદ્દેશક પ્રમાણે જાણવી.
પ્રસ્તુત ઉદ્દેશકના ૫૦ સૂત્રોમાં ૫૦ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
સોળમો ઉદ્દેશક સંપૂર્ણ .