________________
[ ૨૪૬]
શ્રી નિશીથ સૂત્ર
સત્તરમો ઉદ્દેશક | પરિચય છRORRORDROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૧૫૫ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
કતુહલથી ત્રસ પ્રાણીને બાંધવા કે છોડવા, કુતુહલથી માળાઓ, કડાઓ, આભૂષણ અને વસ્ત્રાદિ બનાવવા, રાખવા અને પહેરવા, સાધ્વી-સાધુનું શરીર પરિકર્મ ગૃહસ્થ દ્વારા કરાવવું, સમાનનિગ્રંથ નિગ્રંથીને સ્થાન ન આપવું, અધિક ઊંચા નીચા સ્થાનમાં કે મોટી કોઠીમાંથી આહાર લેવો અથવા લેપ આદિથી બંધ વાસણ ખોલાવીને આહાર લેવો, સચિત્ત પૃથ્વી આદિ પર રાખેલો આહાર લેવો, પંખા આદિથી ઠંડો કરીને આપવામાં આવતો આહાર લેવો, તત્કાલનું અચિત્ત શીતલ જલ(ધોવણ) લેવું, પોતાના આચાર્ય પદ યોગ્ય શારીરિક લક્ષણ કહેવા, ગાવું, હસવું, નૃત્ય કરવું, નાટક કરવા, હાથી, ઘોડા, સિંહ આદિ પશુઓની જેવા અવાજ કરવા, વિતત, તત, ઘન, નૃસિર વાદ્યોના ધ્વનિ સાંભળવા જવું, અન્ય અનેક સ્થળોએ શબ્દ શ્રવણ માટે જવું, શબ્દોમાં આસક્તિ રાખવી, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.