________________
ઉદ્દેશક-૧૬
| ૨૪૩ |
છે. ત્યાર પછી વસ્ત્ર-પ્રતિલેખનનું કથન છે. તદનંતર પોણી પોરસી વ્યતીત થયા પછી પાત્ર પ્રતિલેખનનું વિધાન છે. આ વિધાનથી સ્પષ્ટ થાય છે કે ગુચ્છો એ પાત્ર સંબંધી ઉપકરણ નથી. પાત્રના પ્રમાર્જન માટે તો પાત્ર કેસરિકા–પોંજણીનો ઉપયોગ કરાય છે જ્યારે ગુચ્છો શરીર અને અન્ય ઉપધિના પ્રમાર્જન માટે હોય છે. રજોહરણ:- જિન કલ્પી અને સ્થવિર કલ્પી બંને માટે આ ઉપકરણ રાખવું અતિ આવશ્યક છે. ઊભા-ઊભા ભૂમિનું પ્રમાર્જન થઈ શકે તેટલો લાંબો અને એક પગ મૂકી શકાય તેટલી ભૂમિને એકવારમાં પોંજી શકાય તેવા ઘેરાવાવાળો રજોહરણ હોવો જોઈએ, ઉત્કૃષ્ટ ઘેરાવો બત્રીસ અંગુલ સમજી શકાય છે. ઉપકરણ સૂચિ:
ઉપકરણ
અન્ય વિગત
સાધુ
સાધ્વી | માપની સંખ્યા | માપની | સંખ્યા ગણના
ગણના ૩૫ હાથ
૪૫ હાથ
૧. પછેડી
૨. ચોલપટ્ટક
૧૫ હાથ |
૨
| ૨૦ હાથ |
કંબલની ગણતરી પછેડીના માપમાં જ ગણવામાં આવે છે. મર્યાદા જળવાય રહે તેમ પોત-પોતાના શરીર પ્રમાણે લંબાઈ ૨૧ આંગુલ અને પહોળાઈ ૧૬ આંગુલ
સાધિક ૧ હાથ
૧
૭ હાથે
૩૪૨ હાથ
૧૦ હાથ
૧ હાથ
૩. મુહપત્તિ | સાધિક
૧ હાથ ૪. આસન ૭ હાથ ૫. પાત્રના વસ્ત્ર | ૧૦ હાથ ૬. પાદપ્રચ્છના | ૧ હાથ ૭. નેસડીયું | ૧ હાથ ૮. કંચુકી વગેરે ૯. પાત્ર ૧૦. ગુચ્છો ૧૧. રજોહરણ
૧ હાથ
૧
| રજોહરણની દાંડી પર વીંટવા માટે
-
૧૦ હાથ
૪
| માત્રક અલગ
૭૦ હાથ
૯૫ હાથ
ત્રણ અખંડ તાકા ૭૨ હાથના અને ૪ તાકા ૯૬ હાથના હોય છે. એક કે બે હાથ પ્રમાણ વસ્ત્ર અન્ય કોઈ કામ માટે લઈ શકે છે.
પ્રસ્તુત સૂત્રમાં ઔધિક ઉપધિ સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. તેમાં પણ જે ઉપધિનું માપ અને સંખ્યા આગમમાં ઉપલબ્ધ છે તે મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તેનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રથી સમજવું. જે ઉપધિનું માપ અને સંખ્યાનું વિધાન આગમમાં ન હોય તેનું પ્રાયશ્ચિત્ત પોત-પોતાના ગચ્છની સમાચારી પ્રમાણે જાણવું. અહીં પાઢીહારું ગ્રહણ કરાતી ઔપગ્રહિક ઉપધિનું કથન નથી. તે આવશ્યકતાનુસાર ગ્રહણ કરી, કાર્ય પૂર્ણ થતાં પાછી આપી દેવાની હોય છે.