________________
૨૪ર |
શ્રી નિશીથ સૂત્ર
વગેરે કોઈપણ ઉપધિના માપનો કોઈ ઉલ્લેખ આગમોમાં નથી. આવશ્યકતાનુસાર તેનું માપ નિશ્ચિત કરવામાં આવે છે. પાદપ્રોપ્શન - વસ્ત્રમય આ ઉપકરણનો નામોલ્લેખ આગમોમાં અનેક સ્થાનોએ જોવા મળે છે. તેનો મુખ્ય ઉપયોગ પગ લૂછવા માટે કરાય છે. ક્યારેક લાકડી સાથે બાંધી શય્યાના(સ્થાનના) પ્રમાર્જન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આગમોમાં પાદપ્રોચ્છનના અનેક પ્રકારો અને તેના ઉપયોગો બતાવ્યા છે. નેસડીયું :- રજોહરણની દાંડી પર વીંટવામાં આવતા વસ્ત્રને નેસઠિયું કહેવામાં આવે છે. તેના માપનો ઉલ્લેખ આગમમાં નથી.
વસ્ત્ર સંબંધી ઉપરોક્ત સર્વ ઉપકરણો માટે આગમગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન નથી. સાધુ આવશ્યક્તા તથા સમાચારી પ્રમાણે વસ્ત્રો રાખી શકે છે. સાધુ ત્રણ અખંડ વસ્ત્ર (ત્રણ તાકા) અને સાધ્વીજીઓ ચાર અખંડતાકાથી વધુ વસ્ત્ર રાખે તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. સકારણ આચાર્યાદિની આજ્ઞા પૂર્વક વધુ વસ્ત્ર રાખે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. પાત્ર સંબધી વક્તવ્યતા - સાધુ લાકડા, તુંબડા કે માટી, આ ત્રણ જાતના પાત્રોમાંથી કોઈપણ જાતના પાત્ર રાખી શકે છે. સાધુએ કેટલા પાત્ર રાખવા તે ચોક્કસ સંખ્યાનો નિર્દેશ આગમમાં નથી.
ભગવતી સૂત્ર, શતક૨, ઉદ્દેશક–પમાં ગૌતમસ્વામીને ગોચરીએ જવાના વર્ણનમાં અનેક પાત્રોનું વર્ણન છે. “માયારું પત્તે ભાજન–પાત્ર માટે બહુવચનનો પ્રયોગ કર્યો છે કે “પાત્રોને પોજે છે.”
વ્યવહાર સૂત્ર, ઉ.-૨, સૂ. ૨૮માં પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુના આહાર કરવાના વિધાન સાથે પાંચ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. તેમાં પાત્ર માટે ડિસિક માત્રક માટે પલાસોસિઅને પાણીના પાત્ર માટે મંડલંસિ- કમંડલ શબ્દનો પ્રયોગ છે. આ સૂત્રથી અનેક પ્રકારના પાત્ર હોવાનું કથન સ્પષ્ટ છે.
આચા., શ્રત.-૧, અ.-૮, ઉ.-૪માં વિશિષ્ટ પ્રતિમાધારી સાધુ માટે અનેક પાત્રોનું વર્ણન છે. જે fમણૂ દિં વદિંપરિવા, પાય વહિં જે ભિક્ષુ ત્રણ વસ્ત્રો અને ચોથા પાત્રાઓ રાખે છે. અહીં પાત્ર માટે એક વચનનો પ્રયોગ ન કરતાં બહુવચનનો પ્રયોગ કર્યો છે.
આચા, શ્રત.-૨, અ.-૬માં તે તi પયં થાળા નો રીયં અહીં એક પ્રકારના પાત્ર રાખે છે, તેમ અર્થ કરવામાં આવે છે. ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેશક-૭માં ઉપકરણ ઉણોદરીના વર્ણન કરતાં કહ્યું છે. ૩વરોનોરિયા ને વલ્વે, ને પાણ- એક વસ્ત્ર, એક પાત્ર રાખવાથી ઉણોદરી તપ થાય છે. આ વાક્ય પરથી સિદ્ધ થાય છે કે એકથી વધુ પાત્ર સાધુ રાખી શકે છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-પમાં ત્રણ પટલ રાખવાનું વિધાન છે. બે પાત્રની વચ્ચે રાખવાના વસ્ત્રને પટલ કહે છે. બે પાત્ર વચ્ચે એક પટલ રહે, ત્રણ પાત્ર વચ્ચે બે અને ચાર પાત્ર વચ્ચે ત્રણ પટલ રહી શકે.
આ રીતે સાધુને અનેક પાત્રો રાખવાનો નિર્ણય તો આગમોથી થઈ જાય છે, પરંતુ કેટલા પાત્ર રાખવા તે નિર્ણય થતો નથી. ત્રણ પટલના વિધાનથી ચાર પાત્ર રાખવાની વાત સ્પષ્ટ થાય છે. તે સિવાય માત્રકના ત્રણ પ્રકાર છે– (૧) ઉચ્ચાર માત્રક (૨) પ્રસવણ માત્રક (૩) ખેલ માત્રક. ગોચ્છગ – દીક્ષા સમયે ગ્રહણ કરાતી ઉપધિના વર્ણનમાં ગોચ્છગનું કથન છે. ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૬માં સૂર્યોદય થયા પછી મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરીને “ગોચ્છગનું પ્રતિલેખન કરવાનું વિધાન