________________
ઉદ્દેશક-૧૬
૨૪૧ ]
ઓઢવા-પાથરવાના વસ્ત્રાદિ રાખી શકે છે અને તે માટે સાધુ ત્રણ આખા તાકા અને સાધ્વી ચાર આખા તાકા પ્રમાણ વસ્ત્રો રાખી શકે છે. એક તાકાનું માપ ૨૪ હાથ હોય તેવો અર્થ ટબ્બાઓમાં જોવા મળે છે. તેથી સાધુ સર્વ મળીને ૨૪ x ૩ = ૭ર હાથ અને સાધ્વી ૨૪ ૪૪ = ૯૬ હાથ પ્રમાણ સર્વ વસ્ત્રો રાખી શકે છે. વસ્ત્ર સંબધી વ્યક્તવ્યતાપછેડી - આગમ તથા વ્યાખ્યા ગ્રંથોમાં પછેડીની સંખ્યા સ્પષ્ટ બતાવવામાં આવી છે. બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે–ખ ળિviથાપં તઓ સંપાદીઓ રિત વારિરિત વા વાળwાંથી રારિ સંધાડીઓ ધરિત વા પરિરિતા આ સૂત્ર અનુસાર સાધુ ત્રણ અને સાધ્વી ચાર પછેડી રાખી શકે છે. આચારાંગ સુત્રના “વઐષણા” અધ્યયનમાં સાધ્વી માટે પછેડીની પહોળાઈ ૪હાથ, ૩ હાથ અને ૨ હાથની બતાવી છે પણ લંબાઈનું માપ ત્યાં નથી છતાં પણ પહોળાઈ થી લંબાઈ વધુ હોય તેથી ચાર હાથથી વધુ એટલે પાંચ હાથની લાંબી પછેડીની પરંપરા ઉપયુક્ત છે.
ભાષ્યમાં સાધુની પછેડીનું મધ્યમ માપ ૩૪ ૨ હાથ અને ઉત્કૃષ્ટ માપ ૪ x ૨ હાથ કહ્યું છે. તરુણ સંત માટે ૩હાથ અને વૃદ્ધ સંત માટે ૪ હાથ લાંબી પછેડીનું વિધાન પણ ભાષ્ય ગાથા-પ૭૯૪ છે. આગમમાં સાધુ માટે પછેડીના માપનો ઉલ્લેખ ન હોવાથી ત્રણ પછેડી પોત-પોતાના સંપ્રદાયની સમાચારી અને આવશ્યક્તાનુસાર નાની-મોટી બનાવવામાં આવે છે. ચોલપટ્ટક :- પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સાધુની ઉપધિના વર્ણનમાં ચોલપટ્ટકનો માત્ર નામોલ્લેખ છે. તેનું માપ, સંખ્યા કે અન્ય કોઈપણ પ્રકારનું વર્ણન આગમ ગ્રંથોમાં નથી પરંતુ મર્યાદા જળવાઈ રહે, તે રીતે પોત-પોતાના શરીર પ્રમાણે ચોલપટ્ટકનું માપ નક્કી કરવું આવશ્યક ગણાય છે. સાધુ માટે સર્વ વસ્ત્રનું પ્રતિલેખન કરવું આવશ્યક છે, તેથી સ્થવિર કલ્પીઓ માટે જઘન્ય બે ચોલપટ્ટક રાખવા ઉચિત્ત ગણાય છે. મુખવસ્ત્રિકા :- ભગવતી શતક-૯, ઉદ્દેશક-૩માં આઠ પડવાળી મુખવસ્ત્રિકાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ મુખવસ્ત્રિકાના માપ કે સંખ્યાનો ઉલ્લેખ આગમ ગ્રંથોમાં નથી. પિંડનિર્યુક્તિમાં મુખવસ્ત્રિકાનું માપ બતાવતા કહ્યું છે–વતુર કુલાધિવતપ્તિમાત્રની પત્ની મુપોતિ, મુહુવત્રિછાયામાં
એકવૈતને ચાર અંગુલ એટલે ૧૬ આંગુલ પહોળી અને ૨૧ અંગુલ લાંબી મુહપત્તી રાખવાની પરંપરા પ્રચલિત છે. આગમ તેમજ વ્યાખ્યા ગ્રંથોમાં તે માપનું વર્ણન નથી, પરંતુ આ માપ મુખ પર બાંધવામાં ઉપયુક્ત છે. કેબલ :- આગમોમાં અનેક સ્થાને કંબલનો નામોલ્લેખ જોવા મળે છે. ઠંડીમાં શરીરનું રક્ષણ કરવા કંબલ રાખવામાં આવે છે. દરેક સાધુએ કંબલ રાખવા જ જોઈએ તેવું આવશ્યક નથી. શીત પરીષહને સહન કરી શકે તેવા ભિક્ષુ વસ્ત્ર ઉણોદરી કરતાં સુતરાઉ એક પછેડીથી પણ નિર્વાહ કરી શકે છે અથવા અચેલક પણ રહી શકે છે. આસન :- બે આસન રાખવાનું વિધાન વ્યાખ્યા ગ્રંથોમાં છે, એક સુતરાઉ અને બીજું ઊનનું. ત્યાં સુતરાઉ આસન માટે ઉત્તરપટ્ટ અને ઊનના આસન માટે “સસ્તારક પટ્ટ' જેવો શબ્દ પ્રયોગ જોવા મળે છે. પાત્ર સંબધી વસ્ત્રો :- (૧) પાત્ર બંધન– પાત્રાને બાંધવાનું, વસ્ત્ર-ઝોળી, (૨) પાત્ર કેસરિકા- પાત્રા લૂછવાનું વસ્ત્ર-લુણીયા, (૩) પાત્ર સ્થાપન- જેના ઉપર પાત્રા મૂકવામાં આવે, (૪) પાત્ર પટલપાત્રા વીંટવાનાં ત્રણ વસ્ત્ર, (૪) પાત્ર રજસ્ત્રાણ- પાણી ગાળવા માટે ગરણું તથા પાત્રને ઢાંકવાનું વસ્ત્ર,