________________
૨૪૦ ]
શ્રી નિશીથ સૂત્ર
આચાર્યાદિ શય્યા-સંતાકારક પર વિદ્યમાન ન હોય તો જે શય્યા-આસનાદિને પગનો સ્પર્શ થયો હોય તે આસનાદિને હાથથી સ્પર્શ કરી “મિચ્છામિ દુક્કડ' કહી, તે રીતે ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. જો પગથી રજ વગેરે લાગ્યા હોય તો તે સાફ કરવા જોઈએ. અન્ય સાધુની ઉપધિને પણ પગ લાગ્યો હોય તો આ પ્રકારે વિનય વિવેક કરવો જોઈએ. આ રીતે ઉચિત વ્યવહાર ન કરે તો તે સાધુને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. દશાશ્રુતસ્કંધ. ત્રીજી દશામાં આશાતનાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
જો સાધુ આ પ્રકારના ઉચિત વ્યવહાર ન રાખે તો આચાર્યાદિ પ્રત્યે સન્માન રહેતું નથી, અવિવેકની પરંપરા પ્રચલિત થાય, આ દશ્ય જોનારા “આ સાધુ અવિનયી છે તેવો અનુભવ કરે, ગચ્છની અવહેલના થાય, અન્ય સાધુ અનુસરણ કરે તો ગચ્છમાં અવિનયની વૃદ્ધિ થાય છે.
જો કે આસનાદિ પદાર્થ વંદનીય નથી છતાં પગ સ્પર્શ રૂ૫ અવિનય નિવૃત્તિ માટે માત્ર હાથથી, સ્પર્શ કરી, વિનય ભાવ પ્રગટ કરવો જોઈએ, તેમ સૂત્રનો આશય છે. ગુરુ કે રત્નાધિકોની ઉપધિ વંદનીય નથી પણ સન્માનનીય જરૂર છે. મર્યાદાથી વધુ ઉપધિ રાખવી :
३९ जे भिक्खू गणणाइरित्तं वा, पमाणाइरित्तं वा उवहिं धरेइ, धत्तं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ ગણનામાં(સંખ્યામાં) કે પ્રમાણમાં(માપમાં) શાસ્ત્રાજ્ઞાથી વધુ ઉપધિ રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગણનાથી(સંખ્યાથી) અને માપથી વધુ ઉપધિ રાખવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઉપધિની સંખ્યા અને માપનો વિચાર કરતાં પહેલા સાધુને કેટલા પ્રકારની ઉપધિ રાખવી કહ્યું છે તે જાણવું આવશ્યક છે. સાધને કલ્પનીય ઉપધિઓ :- બહત્કલ્પ સૂત્રમાં દીક્ષા સમયે સાધુને રજોહરણ, ગુચ્છો, પાત્ર અને ત્રણ અખંડ વસ્ત્ર ગ્રહણ કરવા કહ્યું છે, તેમ કહ્યું છે. અહીં ત્રણ અખંડ વસ્ત્ર(તાકા)ના કથન દ્વારા વસ્ત્ર સંબંધી સર્વ ઉપધિના માપનું સૂચન છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ. ૨, અ. પ, સૂ. ૮માં સાધુને પાત્ર, પાત્ર બંધન, કેસરિકા, પાત્ર સ્થાપન, ત્રણ પટલ, રજસ્ત્રાણ, ગુચ્છો, ત્રણ પછેડી, રજોહરણ અને મુખવસ્ત્રિકા વગેરે ઉપધિ રાખવી કહ્યું છે, તેવો ઉલ્લેખ છે. ત્યાં પાત્ર તથા પાત્ર સંબંધી પાંચ ઉપકરણો અને બૃહત્કલ્પ કથિત અખંડ વસ્ત્રોના સ્થાને પછેડી, ચોલપટ્ટક અને મુખવસ્ત્રિકાનું કથન છે. આ સૂત્રમાં પછેડી તથા પટલ બંનેની સંખ્યાનું કથન છે, અન્ય ઉપધિની સંખ્યાનું કથન નથી.
આચારાંગ સૂત્રમાં વસ્ત્ર-પાત્ર સંબંધી સ્વતંત્ર અધ્યયન છે અને ભાષ્ય-નિયુક્તિમાં પણ ઉપધિનું વિસ્તૃત વર્ણન છે, તેમાં પણ ત્રણ પછેડી, ત્રણ પટેલ અને ત્રણ અખંડ વસ્ત્રની સંખ્યા સિવાય અન્ય ઉપધિનું માપ તથા સંખ્યાનો ઉલ્લેખ જોવા મળતો નથી.
ટૂંકમાં સાધુ-સાધ્વી પાત્ર અને પાત્ર બાંધવા વગેરે કાર્ય સંબંધી વસ્ત્ર ખંડો, રજોહરણ, ગુચ્છો, વસ્ત્ર આદિ ઉપકરણ રાખી શકે છે. વસ્ત્રમાં પછેડી, ચોલપટ્ટક, રજોહરણની દાંડી પર બાંધવા નેસઠીયું,