________________
ઉદ્દેશક-૧૬
૨૩૯
વિવેચનઃ
પંદરમા ઉદ્દેશકમાં ગૃહસ્થને આહારાદિ દેવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુતમાં તેની સાથે બેસીને આહાર કરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
सद्धिं ઃ– તેના બે અર્થ થાય છે– (૧) એક જ ઓરડા આદિ જગ્યામાં ગૃહસ્થો પોતાનો આહાર કરતા હોય અને ત્યાં જ સાધુ પણ પોતાનો આહાર કરે. (૨) એક મંડળમાં સાથે બેસી આહાર કરે. આવેદિય પરિવેદિય :– સાધુની એક, બે, કે ત્રણ દિશામાં ગૃહસ્થો ઊભા કે બેઠા હોય તો તે આવેષ્ટિત કહેવાય અને સર્વ દિશાઓમાં ગૃહસ્થો ઊભા કે બેઠા હોય તો તે પરિવેષ્ટિત કહેવાય. સાધુ ગૃહસ્થોથી આવેષ્ટિત, પરિવેષ્ટિત હોય તો ત્યાં તેઓને આહાર કરવો કલ્પતો નથી.
ગૃહસ્થની સમીપ કે સાથે બેસી આહાર કરવામાં આહારનું આદાન-પ્રદાન થાય, સાધુ અને ગૃહસ્થ સમાન લાગે, જોનારને કુતૂહલ થાય કે અશ્રદ્ધા, અપ્રીતિ થાય અને જિન શાસનની અવહેલના થાય માટે અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સામે ઊભેલા કે બેઠેલા ગૃહસ્થોમાં કોઈ કુતૂહલ વૃત્તિવાળા બાળકો હોય અથવા કોઈ દ્વેષી માણસ પણ હોય તો તે સાધુને આહાર કરતા જોઈ અવહેલના કે કુતૂહલપૂર્વકનો વ્યવહાર પણ કરી શકે છે. સાધુની આહાર વિધિ પણ ગૃહસ્થથી ભિન્ન હોય છે, માટે ગૃહસ્થાદિ ન હોય અથવા ગૃહસ્થની નજર ન પડે તેવી રીતે, તેવા સ્થાને સાધુએ આહાર કરવો જોઈએ.
ઉપરોક્ત બે સૂત્રોમાંથી સ િસૂત્રમાં સાધુ અને ગૃહસ્થો નજીક કે સાથે બેઠા હોય છે અને બંને ભોજન કરતા હોય છે. જ્યારે આવેજિય-પરિવેદિય સૂત્રમાં ભોજન નહીં કરનારા ગૃહસ્થો દૂર ઊભા કે બેઠા હોય છે.
આચાર્ય-ઉપાધ્યાયની આશાતના :
३८ जे भिक्खू आयरिय-उवज्झायाणं सेज्जा - संथारयं पाएणं संघट्टेत्ता हत्थेणं अणणुण्णवेत्ता धारयमाणे गच्छइ, गच्छंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ આચાર્ય-ઉપાધ્યાયના શય્યા-સંસ્તારકને પગથી સ્પર્શ થઈ જાય ત્યારે હાથથી વિનય કર્યા વિના અર્થાત્ ‘મિચ્છામિ દુક્કડમ્’ કર્યા વિના ચાલ્યા જાય અથવા ચાલ્યા જનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આચાર્યાદિની આશાતનાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
આચાર્ય, ઉપાધ્યાય ગણમાં સૌથી વધુ સન્માનનીય છે. ગણના પ્રત્યેક સાધુએ તેમના પ્રત્યે વિનયભાવ રાખવો જોઈએ. તેમના શય્યા-સંસ્તારક તથા અન્ય ઉપકરણોને પગ લાગવો તે અવિનય અને અવિવેકનો ઘોતક છે. સાધુઓએ આચાર્યાદિના ઉપધિ-શય્યાદિની નજીક વિવેકથી ગમનાગમન કરવું જોઈએ. આ સૂત્રની પૂર્ણિમાં કહ્યું છે કે- ત્યેળ અણુળવેત્તા હસ્તેન સ્મૃર્ષ્યા ન નમા યતિ, મિથ્યાવુત = ન ભાવતે તસ્સ ચ તહુ । આચાર્યાદિના સંસ્તારકને કદાચ સાધુનો પગ અડી જાય તો જો આચાર્ય ત્યાં વિદ્યમાન હોય તો તેમની વિનયપૂર્વક ક્ષમા યાચના કરે અને પછી આગળ જાય. જો