________________
ઉદ્દેશક-૧૬
| ૨૩૭ |
३२ जे भिक्खू दुगुंछियकुलेसु सज्झायं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાં શાસ્ત્રની વાચના લે કે લેનારનું અનુમોદન કરે છે, તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં જુગુણિત કુળમાં ગોચરી આદિ પ્રયોજનથી જવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
આચા. સૂત્ર, શ્ર.-૨, એ.-૧, ઉ.-૨માં અજુગુપ્સિત અને અગહિત ૧૨ કુળોમાં તથા અન્ય તેવા જ કુળોમાં ભિક્ષાને માટે જવાનું વિધાન છે.
પ્લેચ્છ આદિ અનાર્ય કુળો પણ ગહિત–નિંદિત કુળ હોવાથી ભિક્ષા આદિ માટે વર્જનીય કુળ છે. તે સિવાય ચામડાનું કામ કરનાર, મદિરા બનાવનાર અને વેચનાર, શિકારી, માછીમાર, કસાઈ કે જે પ્રાણી વધ કરે છે તથા મધ-માંસનું સેવન કરનારા કુળો સમાજમાં નિંદા પાત્ર-ટીકાપાત્ર હોય છે, પ્રસ્તુત સૂત્ર અનુસાર તેનો સમાવેશ જુગુપ્સિત કુળમાં થાય છે.
ગોપાલક, ખેડૂત, સુથાર, વણકર, શિલ્પી, હજામ વગેરે અજુગુણિત અને અનિંદિત કુળો કહ્યા છે તથા અન્યપણ એવા અનેક કુળો અજુગુણિત અને અનિંદિત છે.
સાધુ સર્વની સાથે સદા સમ ભાવથી વ્યવહાર કરે છે. તેમ છતાં સામાજિક મર્યાદાઓથી સાધુએ આ કુળોમાં પ્રવેશ ન કરવો આદિ સૂત્રોક્ત વિધાનોનું પાલન કરવું પણ જરૂરી છે. જુગુપ્સિત કુળમાં રહેવાનું જ પ્રાયશ્ચિત્ત છે, તોપણ ક્યારેક કારણવશ ત્યાં રહેવું પડે તો અન્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય કાર્યો આહાર ગ્રહણ, સ્વાધ્યાય આદિ કરવા ન જોઈએ.
જગુપ્સિત કુળોવાળાને ધર્મ ઉપદેશ આપવો કે ધર્મ આરાધના કરાવવાનો નિષેધ નથી. ભૂમિ આદિ પર આહાર રાખવો - ३३ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुढवीए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારનો આહાર જમીન પર રાખે છે કે રાખનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा संथारए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારનો આહાર સંસ્તારક(સૂવાની પથારી) પર રાખે કે રાખનારનું અનુમોદન કરે, |३५ जे भिक्खू असणं वा पाणं वा खाइम वा साइमं वा वेहासे णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને શીંકા કે ખીંટી ઉપર રાખે છે રાખનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.