________________
૨૩૬ ]
શ્રી નિશીથ સૂત્ર
માર્ગે જવાનો નિષેધ છે તથા ત્યાં જવાથી થતી વિવિધ આપત્તિઓનું સ્પષ્ટીકરણ છે અને સંયમ સાધના યોગ્ય ક્ષેત્રો હોવા છતાં તેવા ક્ષેત્રો તરફ વિચારવાનો નિષેધ કર્યો છે. તેનું જ અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અનાર્ય ક્ષેત્રના અજ્ઞાની લોકો સાધુને મારણાંતિક ઉપસર્ગ આપે તો સાધુ સંયમ સમાધિમાં સ્થિર રહી ન શકે. તેનાથી આત્મવિરાધના તથા સંયમ વિરાધના થાય.
આર્ય ક્ષેત્રમાં પણ કોઈ લાંબી અટવી હોય, રસ્તામાં આહાર-પાણી કે મકાનની પ્રાપ્તિ થઈ શકે તેમ ન હોય તો તે દિશામાં સાધુ વિહાર ન કરે. કારણ કે- (૧) માર્ગમાં અચાનક વરસાદ આવી જાય, પાણી ભરાય જાય, વનસ્પતિની ઉત્પત્તિ ખૂબ થઈ જાય તો સંયમ વિરાધના થાય. (૨) રસ્તામાં આવતી નદીઓ ભરપૂર, બે કાંઠે વહેવા લાગે તો નદીઓ પાર કરવી મુશ્કેલ બને અને સંયમ અને શરીર માટે વિકટ પરિસ્થિતિ ઉત્પન થાય. ઉપરોક્ત દોષોને લક્ષ્યમાં રાખી, આચારાંગ સૂત્રમાં આ પ્રકારના વિહારનો નિષેધ કર્યો છે.
દુષ્કાળના કારણે અથવા રાજા વગેરેના દ્વેષપૂર્ણ વ્યવહારથી સંયમનિર્વાહ યોગ્ય ક્ષેત્રના અભાવમાં વિકટ અટવીનો માર્ગ પાર કરી આર્યક્ષેત્રમાં જવું પડે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. આચારાંગ-નિશીથ બંને સૂત્રમાં તેની છૂટ આપી છે. જુગુણિત કુળોમાંથી આહારાદિ ગ્રહણઃ२७ जे भिक्खू दुगुंछियकुलेसु असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાંથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू दुगुंछियकुलेसु वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાંથી વસ્ત્ર, પાત્ર, કંબલ, કે પાદપ્રચ્છન ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२९ जे भिक्खू दुगुंछियकुलेसु वसहि पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોની શય્યા ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू दुगुंछियकुलेसु सज्झायं उद्दिसइ, उद्दिसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાં સ્વાધ્યાયનો ઉદ્દેશ(મૂળ પાઠની વાચના) કરે કે આપનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू दुगुंछियकुलेसु सज्झायं वाएइ, वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાં શાસ્ત્રની વાચના(સૂત્રાર્થ) આપે કે આપનારનું અનુમોદન કરે,