________________
ઉદ્દેશક-૧૬
૨૩૫
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કલહને ઉપશાંત ન કરનાર સાધુ સાથેના આહાર, વસ્ત્રાદિના આદાન-પ્રદાનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. वुग्गहवक्कंताणं :- કલહ કરી જે ગચ્છમાંથી નીકળી ગયા હોય તેવા સાધુ. ભાષ્ય ચૂર્ણિમાં પણ કહ્યું છે કે- વાહો લો, તં જાઉં વાતિ । વુખો ત્તિ લો ત્તિ, મંડળ ત્તિ, विवादोत्ति, દું ॥ —ચૂર્ણિ. જે સાધુ સૂત્રથી વિપરીત કથન કે આચરણ કરી, કલહ કરી, વિવાદ ઉત્પન્ન કરી, ગચ્છનો પરિત્યાગ કરી, સ્વચ્છંદપણે વિચરે છે તેને વુદ્િવતાળ કહે છે. તે સાધુ સાથે આહાર, વસ્ત્રાદિના આદાન-પ્રદાન કરવાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
(૧) કલહ કરી ગચ્છથી અલગ થતાં સાધુને ગચ્છપ્રતિ વિરોધ ભાવ હોય, તે કારણે તે આહાર, પાણી, વસ્ત્રાદિ આદાન–પ્રદાનમાં વશીકરણનો, કે વિષનો પ્રયોગ કરે, કદાચિત્ કાકતાલીય ન્યાય અનુસાર કોઈ ઘટના ઘટી જાય તો એક બીજા ઉપર આશંકા કરે કે આરોપ મૂકે (૨) તેની સાથે રહેવાથી અનાવશ્યક વિવાદ કે કષાયવૃદ્ધિ થાય (૩) અલ્પજ્ઞ કે અપરિપકવ સાધુ ભ્રમિત થઈને ગણ કે સંયમનો ત્યાગ કરે (૪) વાચનાના આદાન-પ્રદાનમાં પણ સંસર્ગજ દોષ આદિ અનેક દોષોની ઉત્પત્તિ કે વૃદ્ધિ થવાની સંભાવના છે.
પાર્શ્વસ્થ આદિ સાધુઓ સાથે અનેક પ્રકારના સંપર્કવ્યવહારોનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેઓની સાથે અશિષ્ટ કે અસભ્ય વ્યવહાર કરવો સાધુ માટે ઉચિત નથી. તે પ્રકારનું વર્તન પણ પ્રાયશ્ચિત્તનું નિમિત્ત બને છે. ગીતાર્થ સાધુ કોઈ વિશેષ પ્રકારના લાભનું કારણ જાણીને કે આપવાદિક, પરિસ્થિતિમાં તેઓને આહાર દેવો આદિ વ્યવહાર કરી શકે છે. વળી તે નૃત્યનું યથોચિત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને શુદ્ધ પણ થઈ શકે છે. આપત્તિકારી ક્ષેત્રમાં વિહારઃ
२५ जे भिक्खू विहं अणेगाह -गमणिज्जं सइ लाढे विहाराए संथरमाणेसु जणवएसु विहारपडियाए अभिसंधारेइ, अभिसंधारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આહાર, ઉપધિ, વસતિ સુલભ હોય તેવા વિચરવા યોગ્ય જનપદો(ક્ષેત્રો) વિધમાન હોવા છતાં અનેક દિવસે પસાર કરી શકાય તેવા માર્ગે જવાનો સંકલ્પ કરે અથવા જાય કે જનારનું અનુમોદન કરે,
२६ जे भिक्खू विरूवरूवाई दसुयायतणाइं अणारियाई मिलक्खूइं पच्चतियाई सइ लाढे विहाराए संथरमाणेसु जणवएसु विहारपडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આહાર, ઉપધિ, વસતિ સુલભ હોય તેવા વિચરવા યોગ્ય જનપદો(ક્ષેત્રો) વિધમાન હોવા છતાં દસ્યુ, અનાર્ય, મ્લેચ્છોના ક્ષેત્રોમાં અને સીમા પર ચોર લૂંટારા રહેતા હોય, તે તરફ વિહાર કરવાનો સંકલ્પ કરે અથવા જાય કે જનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ઉપધિની પ્રાપ્તિ સુલભ હોય, તેવા ક્ષેત્રમાં જવા માટે ટૂંકો સીધો–સરળ માર્ગ હોવા છતાં વિકટ માર્ગે જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત કથન છે.
આચા. સૂત્ર, શ્રુ.૨, અ.-૩, ઉ.−૧માં અનાર્ય ક્ષેત્રોમાં તથા અનેક દિવસે પાર કરવા યોગ્ય