________________
શ્રી નિશીથ સૂત્ર
१७ जे भिक्खू वुग्गहवक्कंताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ ।
૨૩૪
ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ પાસેથી જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
१८ जे भिक्खू वुग्गहवक्कंताणं वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ, देतं वा साइज्जइ ।
ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંચ્છન આપે કે આપનારનું અનુમોદન કરે,
१९ जे भिक्खू वुग्गहवक्कंताणं वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ જે સાધુ કે સાધ્વી પાસેથી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંચ્છન ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
२० जे भिक्खू वुग्गहवक्कंताणं वसहिं देइ, देतं वा साइज्जइ ।
ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી ઉતરવાનું સ્થાન આપે કે આપનારનું અનુમોદન કરે,
२१ जे भिक्खू वुग्गहवक्कंताणं वसहिं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ પાસેથી જે સાધુ કે સાધ્વી ઉતરવાનું સ્થાન ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२२ जे भिक्खू वुग्गहवक्कंताणं वसहिं अणुपविसइ, अणुपविसंतं वा साइज्जइ । ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુના ઉપાશ્રયમાં જે સાધુ કે સાધ્વી પ્રવેશ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२३ | जे भिक्खू वुग्गहवक्कंताणं सज्झायं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી વાચના આપે કે આપનારનું અનુમોદન કરે,
२४ जे भिक्खू वुग्गहवक्कंताणं सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ પાસેથી જે સાધુ કે સાધ્વી વાચના લે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત
આવે છે.